સુશાંતનાં નિધન અને ટ્રોલિંગથી તૂટી ગયો છે કરન જોહર, આખો દિવસ રડ્યા કરે છે

News18 Gujarati
Updated: July 7, 2020, 5:35 PM IST
સુશાંતનાં નિધન અને ટ્રોલિંગથી તૂટી ગયો છે કરન જોહર, આખો દિવસ રડ્યા કરે છે
સુશાંત સિંઘ રાજપૂતનાં નિધન અને સોશિયલ મીડિયા ટ્રોલિંગથી તૂટી ગયો છે કરન જોહર તેની હાલત પર મિત્રએ કર્યો ખુલાસો

સુશાંત સિંઘ રાજપૂતનાં નિધન અને સોશિયલ મીડિયા ટ્રોલિંગથી તૂટી ગયો છે કરન જોહર તેની હાલત પર મિત્રએ કર્યો ખુલાસો

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર સુશાંત સિંઘ રાજપૂત (Sushant Singh Rajput)નાં નિધન બાદ સોશિયલ મીડિયા પર નેપોટિઝમ (Nepotism) મુદ્દે ચર્ચાઓ વધી ગઇ છે. આ વચ્ચે ઘણાં સ્ટાર કિડ્સની સાથે સાથે ફિલ્મ મેકર કરન જોહર પણ ખરાબ રીતે ઘેરાયો છે. નેપોટિઝમ મુદ્દે કરન જોહર પર પહેલાં પણ ઘણી વખત હુમલા થયા છે, પણ સુશાંતનાં નિધન બાદ લોકોએ તેને વધારે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ છે. હાલમાં સુશાંતની આત્મહત્યાનાં સમાચારે કરનને હચમચાવી નાંખ્યો છે. જે બાદ ટ્રોલિંગને કારણે તે સંપૂર્ણ તૂટી ગયો છે. તે આખો દિવસ રડ્યાં કરે છે. તે વિશે તેનાં નજીકનાં મિત્રએ ખુલાસો કર્યો છે.

હમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારા કરન જોહરે સુશાંતનાં નિધન બાદ તેનાં ઇન્સ્ટાગ્રામ પર એક પણ પોસ્ટ શેર કરી નથી. ગત દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણાં લોકો દ્વારા તેને અનફોલો કર્યાની ખબર પણ સામે આવી છે. હવે બોલિવબડ હંગામાની રિપોર્ટ પ્રમાણે, કરન જોહરનાં ખાસ મિત્રએ હાલમાં તેની પરિસ્થિતિ વિશે ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે, કરન જોહર સંપૂર્ણ તૂટી ગયો છે. ટ્રોલર્સની વાતોથી તે પહેલાં પ્રભાવિત નહોતો થયો. જેટલું તે સુશાંત સિંઘ રાજપૂતનાં નિધન બાદ થયો છે. સોશિયલ મીડિયા પર થઇ રહેલી ટ્રોલિંગે તેનાં સ્વાસ્થ્ય પર પણ અસર પાડી છે.

આ પણ વાંચો- સુશાંતની અંતિમ ફિલ્મનું ટ્રેલર જોઇ તૂટી ગયુ ક્રિતિનું દિલ, બોલી- 'મારા માટે આ જોવી...'

આ રિપોર્ટની માનીયે તો, કરન જોહરનાં મિત્રનું કહેવું છે કે, તે વધારે પરેશાન એટલે છે કારણ કે તેનાંથી જોડાયેલાં ઘણાં લોકોએ તેની ઉપર હુમલો કર્યો છે. તેનાં 3 વર્ષનાં જોડકા બાળકોને જીવથી મારી નાંખવાની ધમકી મળી છે. અનન્યા પાંડે જેવાં લોકો વિરુદ્ધ નફરત ફેલાવી રહ્યાં છે.

આ પણ વાંચો-સુશાંત સિંઘ કેસ: મુંબઇ પોલીસે બિલ્ડિંગના CCTV ફૂટેજ કબજે લીધા

મિત્રનાં કહેવા મુજબ, કરન જોહર હવે બહુ બોલતો નથી.. તે લડવાનું ભૂલી ગયો છે. અને એક બિચારો કિસ્મતનો માર્યો વ્યક્તિ થઇ ગયો હોય તેવું લાગે છે. જ્યારે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવે તો રડી પડે છે. તે રડતા રડતા પુછે છે કે તેણે એવું તે શું કર્યુ કે તેને આ બધુ ભોગવવું પડી રહ્યું છે.
Published by: Margi Pandya
First published: July 7, 2020, 5:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading