Home /News /entertainment /

'જુગ જુગ જિયો' વિવાદમાં: કરણ જોહર પર ફિલ્મની સ્ક્રિપ્ટથી માંડી ગીત 'નાચ પંજાબન' ચોરવાનો આરોપ

'જુગ જુગ જિયો' વિવાદમાં: કરણ જોહર પર ફિલ્મની સ્ક્રિપ્ટથી માંડી ગીત 'નાચ પંજાબન' ચોરવાનો આરોપ

જુગ જુગ જીઓ વિવાદોમાં

જુગ જુગ જીયો (Jug Jugg Jeeyo) ટ્રેલર રિલીઝ થતાં જ વિવાદો પણ થયા છે.  જોકે આ ફિલ્મ આખી ચોરીની હોવાનાં આક્ષેપ થયા છે. વિશાલ સિંહ નામનાં વ્યક્તિએ ફિલ્મની સ્ક્રિપ્ટ ચોરી કરવાનો આરોપ લગાવ્યો છે તો પાકિસ્તાની સિંગર અબરાર ઉલ હકે કહ્યું હતું કે ગીત 'નાચ પંજાબન' તેનું સોંગ છે અને તે કરન જોહર સામે લીગલ એક્શન લેશે.

વધુ જુઓ ...
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કરન જોહરની (Karan Johar)  ફિલ્મ 'જુગ જુગ જિયો'નું (Jug Jugg Jeeyo) ટ્રેલર 22 મેના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું. ટ્રેલર ચાહકોને ઘણું જ પસંદ આવ્યું છે. જોકે, ટ્રેલર રિલીઝ થતાં જ વિવાદો પણ થયા છે.  જોકે આ ફિલ્મ આખી ચોરીની હોવાનાં આક્ષેપ થયા છે. વિશાલ સિંહ નામનાં વ્યક્તિએ ફિલ્મની સ્ક્રિપ્ટ ચોરી કરવાનો આરોપ લગાવ્યો છે તો પાકિસ્તાની સિંગર અબરાર ઉલ હકે કહ્યું હતું કે ગીત 'નાચ પંજાબન' તેનું સોંગ છે અને તે કરન જોહર સામે લીગલ એક્શન લેશે.

    કરન જોહર પર વાર્તા ચોરવાનો આક્ષેપ
    વિશાલ એ સિંહ નામના વ્યક્તિએ સો.મીડિયામાં 'જુગ જુગ જિયો'નું ટ્રેલર જોયા બાદ કરન જોહરને ટ્રોલ કરવાનો શરૂ કર્યો છે. તેણે કરન પર પોતાની વાર્તા ચોરી કરવાનો આક્ષેપ મૂક્યો છે. તેણે કહ્યું હતું, 'મેં જાન્યુઆરી, 2020માં સ્ક્રીનરાઇટર્સ એસોસિયેશન ઇન્ડિયા'ની સાથે 'બન્ની રાની' ટાઇટલ સાથે એક સ્ટોરીનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. મેં આ વાર્તા ફેબ્રુઆરી, 2020માં કરન જોહરના ધર્મા પ્રોડક્શનને મેલ કર્યો હતો. તેને આશા હતી કે તે સાથે મળીને ફિલ્મને કો-પ્રોડ્યૂસ કરશે. તેને મેલનો જવાબ પણ આપવામાં આવ્યો હતો. જોકે, હવે તેણે જોયું કે તેની વાર્તા ચોરી લેવામાં આવી છે અને કરને 'જુગ જુગ જિયો' ફિલ્મ બનાવી છે.

    વિશાલની ટ્વિટ



    વિશાલે 2020માં કરન જોહરના ધર્મા પ્રોડક્શનને જે મેલ મોકલ્યો તેનો સ્ક્રીનશોટ પણ શૅર કર્યો છે. તેણે સ્ક્રીનશોટમાં ફિલ્મની વાર્તા અંગે વાત કરી છે. અન્ય એક પોસ્ટમાં તેણે કહ્યું હતું, 'વાર્તા સારી લાગે તો વાત કરો, હાથ મિલાવો, સાથે મળીને બનાવીએ. આ કોઈ પ્રતિષ્ઠિત બેનર કે કોઈ પણ પ્રોડક્શન હાઉસ માટે યોગ્ય નથી. ચોરી ના કરો. જો આ મારી સાથે થઈ શકે છે તો હિંદી સિનેમામાં કોઈની પણ સાથે થઈ શકે છે.



    અરબાર પાકિસ્તાની સિંગર, સોંગ રાઇટર તથા પોલિટિશિયન છે. તેને 'કિંગ ઑફ પાકિસ્તાની પોપ'નું ટાઇટલ મળ્યું છે. 'જુગ જુગ જિયો'ના ટ્રેલરમાં ગીત 'નાચ પંજાબન' પાકિસ્તાની ગીતનું કૉપી વર્ઝન છે. આના વિરુદ્ધ પાકિસ્તાની સિંગર અબરાર ઉલ હકે અવાજ ઉઠાવ્યો છે. જાણીતા સિંગર અબરારે સોશિયલ મીડિયામાં કરન જોહર તથા ધર્મા પ્રોડક્શન પર મંજૂરી વગર ગીત લેવાનો આક્ષેપ મૂક્યો છે. અબરારે કહ્યું હતું, 'મેં મારું ગીત 'નાચ પંજાબન' કોઈ પણ ભારતીય ફિલ્મને વેચ્યું નથી. મને આ માટે વળતર જોઇએ છે. કરન જોહર જેવા પ્રોડ્યૂસર્સે ગીતની નકલ કરવી જોઈએ નહીં. મારા છઠ્ઠા ગીતની કૉપી કરવામાં આવી છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Jug jugg jeeyo, Karan johar, Plagiarism

    આગામી સમાચાર