મુંબઇ : કોરોના વાયરસનાં વધતા સંક્રમણને કારણે દેશભરમાં લૉકડાઉન છે, બધા લોકો ઘરમાં બંધ છે. આ દરમિયાન ઘણાં કામો અટકી ગયા છે. બોલિવૂડ સેલેબ્સની વાત કરીએ તો તેઓ પણ પોતાના ગ્લેમરસ અંદાજમાંથી બહાર નીકળીને સામાન્ય માણસની જેમ જીવી રહ્યાં છે. કરણ જોહરે પણ લૉકડાઉનમાં એક નવો લૂક અજમાવ્યો છે. કરણ જોહરે લૉકડાઉનમાં પોતાના સફેદ વાળને રંગ્યા નથી. સફેદ વાળ જ રાખ્યા છે. હાલમાં જ વરૂણ ધવની સાથે લાઇવ ચેટ દરમિયાન કરણ જૌહર સાથે પોતાના સફેદ વાળ અંગે વાત કરી.
કરણ જૌહરે લૉકડાઉન દરમિયાન વરૂણને બર્થ ડે વિશ કરવા માટે લાઇવ ચેટ કરી હતી. આ દરમિયાન તે સફેદ વાળમાં દેખાયો હતો. કરણને આ લૂકમાં જોઇને વરૂણ પણ પહેલા તો હેરાન થઇ ગયો હતો. વરૂણે કહ્યું કે, તે ગ્રે હેરમાં એકદમ બોન્ડ વિલન જેવા લાગે છે. સફેદ વાળ તમને સારા લાગે છે. તો કરણે સામે જવાબ આપ્યો કે, અત્યારે ઘરે જ બેઠા છે. ક્યાંય જવાનું નથી, કોઇને મળવાનું નથી તો થોડા દિવસ વાળને કેમિકલ ફ્રી કરી દઇએ. એટલે જ અત્યારે સફેદ વાળને સફેદ જ રહેવા દીધા છે.
કરણે વરૂણને વધુમાં કહ્યું કે, મારા બાળકો પણ મને કહે છે કે હું બુઠ્ઠો લાગું છું. પરંતુ થોડી એજ તો ક્યારેક દેખાવી જોઇએ. હું ઘરમાં મારા બાળકો અને મમ્મી સાથે છું તો અમે ઘરમાં આનંદ માણીએ છીએ. આવો સમય ફરથી ક્યારેય નહીં મળે એટલે તેમાં મઝા કરી રહ્યો છું.