Home /News /entertainment /15 Years of Kabhi Alvida Naa Kehna: કાજોલને નહોતી ગમી ફિલ્મની સ્ટોરી, આ હતું કારણ

15 Years of Kabhi Alvida Naa Kehna: કાજોલને નહોતી ગમી ફિલ્મની સ્ટોરી, આ હતું કારણ

PHOTO- retrobollywood/Instagram

કરણે જયારે કહ્યું હતું કે, ઐશ્વર્યા અને અભિષેક બચ્ચનને કોઈ સલાહ આપ, તેના નવા નવા લગ્ન થયા છે. આ કોમેન્ટના જવાબમાં કાજોલે હસતા હસતા સલાહ આપી કે, ક્યારેય 'કભી અલવિદા ના કહેના' ન જોતી.

  બોલિવૂડના ખ્યાતનામ નિર્દેશક-નિર્માતા કરણ જોહર (Karan Johar)ની ફિલ્મ 'કભી અલવિદા ના કહેના' (Kabhi Alvida Naa Kehna) ફિલ્મ 11 ઓગસ્ટ 2006ના રોજ રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફીસ પર સફળ નીવડી હતી. આ ફિલ્મમાં ખૂબ લાંબી સ્ટારકાસ્ટ હતી. કભી અલવિદા ના કહેનામાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન (Abhishek Bachchan), શાહરૂખ ખાન (Shah Rukh Khan), કિરણ ખેર (Kiran Kher), પ્રીતિ ઝિન્ટા (Preity Zinta) અને રાની મુખર્જી (Rani Mukerji) જેવા દિગ્ગજ કલાકારો હતા. આ ફિલ્મ રિલીઝ થયાને 15 વર્ષ થઈ ગયા છે. ત્યારે ફિલ્મ નિર્માણ સાથે જોડાયેલી કેટલીક રમુજી વાતો અહીં શેર કરવામાં આવી છે.

  આ પણ વાંચો- શર્લિન ચોપડાએ શેર કરી રાજ કુન્દ્રા સાથે પ્રથમ શૂટની તસવીર, કહ્યું- મારા માટે નવો અનુભવ હતો

  કાજોલને નહોતી ગમી સ્ટોરી- કરણ જોહર અને કાજોલ વચ્ચેની મિત્રતા બધાને ખબર છે. પણ આ ફિલ્મમાં કામ કરવા માટે કરણ જોહરે આપેલી ઓફર કાજોલે સ્વીકારી નહોતી. કભી અલવિદા ના કહેના ફિલ્મ બનાવતી વખતે કરણ જોહરને કાજોલ આ ફિલ્મ સ્વીકારશે તેવો વિશ્વાસ હતો. પણ કાજોલને આ ફિલ્મની સ્ટોરી ન ગમતા ઓફર ફગાવી દીધી હતી.



  આ બાબતે ઘણા સમય પહેલા કોફી વિથ કરણમાં કાજોલે ખુલાસો કર્યો હતો. કરણે જયારે કહ્યું હતું કે, ઐશ્વર્યા અને અભિષેક બચ્ચનને કોઈ સલાહ આપ, તેના નવા નવા લગ્ન થયા છે. આ કોમેન્ટના જવાબમાં કાજોલે હસતા હસતા સલાહ આપી કે, ક્યારેય 'કભી અલવિદા ના કહેના' ન જોતી.

  આ પણ વાંચો - શમિતા શેટ્ટીની કમાણી જાણીને ચોંકી જશો, ફિલ્મોથી દૂર રહીને પણ લાખો કમાય છે

  કરણનો કંઈક અલગ ફિલ્મ બનાવવાનો પ્રયત્ન- આ ફિલ્મનું શૂટિંગ ન્યૂયોર્કમાં થયું હતું. ફિલ્મ રિલીઝ થયા બાદ કરણ જોહર પોતાની ફિલ્મ માટે ચિંતિત હતો. તે દરમિયાન તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, આ ફિલ્મ મારી અન્ય ફિલ્મો કરતા અલગ હશે. તેણે આ ફિલ્મના શૂટિંગના દિવસો અને કલાકારો વિશે કહ્યું હતું કે, આ ફિલ્મમાં તમામ અનુભવી કલાકારોએ કામ કર્યું છે. દરેકનો પોતાનો ઈગો હોય છે. પરંતુ તેને કેવી રીતે હેન્ડલ કરવો તે ખબર હોય છે. કલાકારો કોઈ પણ ફિલ્મને નુક્શાન કરવા ઈચ્છતા નથી. આ બધાથી ઉપર મારા મિત્રો છે. હું તેમને ડાયરેક્ટ કરવામાં કેટલો સફળ રહ્યો તેનો મને ખ્યાલ નથી. ફિલ્મને સારી ઓપનિંગ મળી છે. આગળ જોઈએ શું થાય છે.

  આ પણ વાંચો- Taarak Mehta: 'કોઈ મિલ ગયા'માં જાદુ બનનાર છે 'દયાબેન'નો સંબંધી, શોમાં આવી ચૂક્યાં છે નજર

  ન્યુયોર્કમાં શૂટિંગ કરવું ખૂબ જ મુશ્કેલ- કરણ જોહરે કહ્યું હતું કે, ન્યુયોર્કમાં શૂટિંગ કરવું સરળ નહોતું. કડકડતી ઠંડી અને ઓવર બજેટની સમસ્યા ઉપરાંત લોકેશન માટે મજૂરી લેવામાં પણ સમસ્યા થતી હતી. વિદેશમાં તમે ઇચ્છો ત્યાં શૂટિંગની મંજૂરી મળવી મુશ્કેલ છે અને લોકોની મંજૂરી પણ લેવી પડે છે. મને આશા છે કે, સ્ક્રીપ્ટ અને સ્ટોરી જોવા ઈચ્છતા લોકો મારી ફિલ્મ જરૂર જોવા જશે.

  આ પણ વાંચો- TARAK MEHTA: બાઘાએ રૂ. 61 હજારની હુડી પહેરી તો સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થઇ ગઇ

  હું લગ્નના બંધનમાં નહીં બંધાઉ -કરણે વધુમાં કહ્યું હતું કે, વ્યક્તિગત રીતે હું લગ્ન વ્યવસ્થાનો વિરોધી છું. હું ક્યારેય લગ્ન સંબંધમાં બંધાઈશ નહી. હું ખોટો હોય તેવું બને પણ અત્યારે મને આ ફિલ્મ થોડી અલગ લાગે છે.

  આ પણ વાંચો-Taarak Mehta:એક નજરે ઓળખી નહીં શકો જેઠાલાલ, પોપટલાલ અને ભીડેને, જુઓ આ Unseen Photos

  ઉલ્લેખનીય છે કે, કભી અલવિદા ના કહેના ફિલ્મને 15 વર્ષ થઈ ગયા છે, ત્યારે કરણ જોહરે ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મનો વિડીયો શેર કરી લખ્યું હતું કે, 15 વર્ષ વિતી ગયા તેવું લાગતું જ નથી. આ ફિલ્મ મારી માટે હંમેશા ખાસ રહેશે.

  આ પણ વાંચો- Sherlyn Chopra: રાજ કુન્દ્રાની એપ પર આવેલાં મારા વીડિયો જોઇ શિલ્પાએ મારા વખાણ કર્યા હતાં

  કભી અલવિદા ના કહેના ફિલ્મમાં શંકર અહેસાન લોયે મ્યુઝિક આપ્યું હતું. ફિલ્મના મિતવા, રોક એન રોલ, વેયર્સ ધી પાર્ટી ટુ નાઈટ, કભી અલવિદા ના કહેના સહિતના બધા જ ગીતો હિટ થયા હતા.
  Published by:Margi Pandya
  First published:

  Tags: 15 Years of Kabhi Alvida Naa Kehna, Amitabh Bachachan અમિતાભ બચ્ચન, Kajol, Karan johar, News in Gujarati, Preity zinta, Rani mukerji, Shah Rukh Khan

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन