Home /News /entertainment /Bigg Boss OTT: કરન જોહરે 'કભી ખુશી કભી ગમ'નાં ટાઇટલ ટ્રેક સાથે કરી ઘરમાં એન્ટ્રી, જુઓ VIDEO
Bigg Boss OTT: કરન જોહરે 'કભી ખુશી કભી ગમ'નાં ટાઇટલ ટ્રેક સાથે કરી ઘરમાં એન્ટ્રી, જુઓ VIDEO
PHOTO-@KaranJohar instagram
'બિગ બોસ ઓટીટી' (Bigg Boss OTT)ની રાહ જોઇ રહેલાં ફેન્સ માટે આજનો દિવસ ખાસ છે. બિગ બોસનાં નવાં ઘરનો એક વીડિયો (Bigg Boss Video) સામે આવ્યો છે. જેમાં કરણ જોહ ઘરનો ખુણે ખુણો બતાવી રહ્યો છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: વૂટ એપ પર બિગ બોસ ઓટીટી (Bigg Boss OTT)ની રાહ જોઇ રહેલાં ફેન્સ માટે આજનો દિવસ ખાસ છે. આજે રાત્રે 8 વાગ્યાથી આ શો વૂટ (voot) એપ પર જોવા મળસે. એટલે કે હવે થોડા જ કલાકો બાદ આ શો શરૂ થઇ જશે. એટલે કે થોડા જ કલાકોમાં આ શો જોવા માટે જાહેર થઇ જશે ઓટીટી પર કરન જોહર (Karan Johar) શોનું હોસ્ટિંગ કરશે. બિગ બોસનું નવું ઘર કેવું હશે અને તેને જોવા માટે દર્શકો ઘણાં ઉત્સુક છે. એવામાં બિગ બોસનાં નવાં ઘરનો આ વીડિયો સામે આવ્યો છે જેમાં કરન જોહર ઘરનો ખુણે ખુણો બતાવી રહ્યો છે.
વીડિયોમાં આપ જોઇ શકો છો કે, કરન જોહર (Karan Johar) તેનાં ઓલ ટાઇમ ફેવરેટ સોન્ગ 'કભી ખુશી કભી ગમ' (Kabhi Khushi Kabhi Gam)નું ટાઇટલ ટ્રેકની સાથે ઘરમાં એન્ટ્રી કરે છે. વીડિયોમાં હોસ્ટ કહે છે કે, આ ઘરનાં નિયમ કભી ખુશી કભી ગમ.. આયો છું હું કરણ.. હું અને તમે મળીને કરીશું ફન... આપને જણાવી દઇએ કે, આ પહેલાં સોશિયલ મીડિયા (Social Media) પર બિગ બોસ ઓટીટી (Bigg Boss OTT)નાં ઘણાં વીડિયો નજર આવી ચુકયાં છે. પણ ફેન્સ આ વખતે બિગ બોસનું ઘર જોવા માટે ઘણાં આતુર છે. હાલમાં જ કરને ઘરનો વીડિયો શેર કર્યો છે જેમાં ઘરનો ખુણે ખુણો નજર આવે છે.
આપ જોઇ શકો છો કે, નવાં ઘરનું ડિઝાઇન ઘણું જ કલરફૂલ છે. અને આ અંગે સિટિંગ અરેન્જમેન્ટ અને ફર્નીચર પણ ઘણું જ શાનદાર છે. ઘરનો કિચન, ડાઇનિંગ અને ગાર્ડન એરિયા બધુ જ કલરફૂલ છે. થોડા દિવસ પહેલાં એક પ્રોમો જાહેર કરવામાં આવ્યો હતો. આ વખતનો શો ઘણો બોલ્ડ હોવાનો છે.
પ્રોમોમાં કરન કહે છે કે, 'ટીવી પર સલમાન હોસ્ટ કરશે સૂટમાં, બૂટમાં અને હું હોસ્ટ કરીશ બિગ બોસ ઓટીટી વૂટમાં. મારી સાથે બિગ બોસ ઓટીટીનાં મજા લો.. પહેલી વખત 24×7.'
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર