Home /News /entertainment /

આલિયાની પ્રેગ્નન્સીના સમાચાર સાંભળીને કરણ જોહર રડી પડ્યો હતો, કહ્યું કે- હું તેના બાળકને ખોળામાં લેવા માગુ છું

આલિયાની પ્રેગ્નન્સીના સમાચાર સાંભળીને કરણ જોહર રડી પડ્યો હતો, કહ્યું કે- હું તેના બાળકને ખોળામાં લેવા માગુ છું

કરણ જોહર આલિયાને દીકરી સમાન માને છે, તેમની વચ્ચે ખાસ બોન્ડ છે.

કપૂર પરિવારમાં ટૂંક સમયમાં નાનકડા મહેમાનનું આગમન થશે. આલિયા ભટ્ટ મમ્મી બનવાની છે. લગ્નના બે મહિના પછી તેણે ફેન્સે આ ગુડ ન્યૂઝ આપી આશ્ચર્યચકિત કરી દીધા છે.

    કરણ જોહર અને આલિયા ભટ્ટ વચ્ચેના ખાસ સંબંધો કોઈનાથી છુપાયેલા નથી. સારા પ્રોફેશનલ રિલેશનશિપ ઉપરાંત બંને વચ્ચેના પર્સનલ સંબંધો પણ ઘણા ખાસ છે. કરણ ઘણી વખત કહી ચૂક્યો છે કે આલિયાને તે પોતાની દીકરી માને છે અને તેણે એક બાળકની જેમ ટ્રીટ કરે છે. તેમજ આલિયા પણ કરણને પોતાના પિતા સમાન માને છે. એક પિતા માટે તે સૌથી ખાસ ક્ષણ હોય છે, જ્યારે તેઓ દાદા-દાદી અથવા નાના-નાની બને છે. કરણે તાજેતરમાં ખુલાસો કર્યો કે આલિયાની પ્રેગ્નન્સી વિશે જાણીને તેનું રિએક્શન કેવું હતું.

    કપૂર પરિવારમાં ટૂંક સમયમાં નાનકડા મહેમાનનું આગમન થશે. આલિયા ભટ્ટ મમ્મી બનવાની છે. લગ્નના બે મહિના પછી તેણે ફેન્સે આ ગુડ ન્યૂઝ આપી આશ્ચર્યચકિત કરી દીધા છે. કરણ જોહર પણ નાના બનવાનો છે. ફિલ્મમેકરે તાજેતરમાં ખુલાસો કર્યો કે આ સમાચાર સાંભળીને તે રડી પડ્યો હતો. કેમ કે તે ક્ષણ ઘણી ઈમોશનલ હતી.

    આલિયાની પ્રેગ્નન્સી પર કરણનું રિએક્શન

    કરણે જણાવ્યું કે, હું આલિયાની પ્રેગ્નન્સીના સમાચાર સાંભળીને રડી પડ્યો હતો. તે મારી ઓફિસ આવી હતી. મને યાદ છે કે તે દિવસે જ્યારે તેણે મને આ ગુડ ન્યૂઝ આપ્યા અને મારી આંખમાં આસું આવી ગયા હતાં ત્યારે આલિયા મારી પાસે આવી મને હગ કર્યું. મેં કહ્યું કે મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે તું બાળકને જન્મ આપવાની છે. એવું લાગે છે કે બેબીનું બેબી થવાનું છે. મારા માટે આ ઈમોશનલ ક્ષણ હતી.

    આલિયાને એક યુવતીમાંથી સારી આર્ટિસ્ટ બનતા જોઈ છે- કરણ

    કરણે વધુમાં જણાવ્યું કે, મેં તેને એક યુવતીમાંથી સારી આર્ટિસ્ટ અને એક આત્મવિશ્વાસી મહિલા બનતા જોઈ છે અને હું આલિયા પર પ્રાઉડ ફીલ કરું છું. હું તેના માટે પેરેન્ટ્સ સમાન છું. મેં તેનો ઊછેર કર્યો છે. જ્યારે તે 17 વર્ષની હતી, ત્યારે તે મારી ઓફિસ આવી હતી. આજે તે 29 વર્ષની છે અને તે 12 વર્ષ અમારા બંને માટે ઘણા મેજિકલ રહ્યા છે, કેમ કે તેની સાથે મારું સ્ટ્રોન્ગ બોન્ડ છે. હું આલિયાના બાળકને ખોળામાં લેવા માટે રાહ જોઈ શકતો નથી. તે ક્ષણ ઘણી ખાસ હતી, જ્યારે હું પહેલી વખત મેં મારા બે બાળકોને ખોળામાં લીધા હતા, તે અનુભવ મારો આલિયાની બેબીની સાથે રહેવાનો છે.

    આલિયાએ કરણની ફિલ્મથી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું

    આલિયાએ પોતાના કરિયરની શરૂઆત 2012માં કરણ જોહરની ફિલ્મ 'સ્ટૂડન્ટ ઓફ ધ યર'થી કરી હતી. આ ફિલ્મ પછી આલિયા બીજી વખત કરણની સાથે કામ કરી રહી છે, એક્ટ્રેસ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' માં જોવા મળશે. આ ફિલ્મને પણ કરણ જોહર ડાયરેક્ટ કરી રહ્યો છે. આલિયા ભટ્ટ અત્યારે પોર્ટુગલમાં હોલિવૂડ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. તેમજ કરણ જોહર અત્યારે ચેટ શો 'કોફી વિથ કરણ' માં વ્યસ્ત છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Alia Bhatt, Karan johar

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन