ફિલ્મ ક્રિટિક અને કરન જોહરની કંપનીનાં COO રાજીવ મસંદની હાલત ગંભીર, હાલમાં વેન્ટિલેટર પર

ફિલ્મ ક્રિટિક અને કરન જોહરની કંપનીનાં COO રાજીવ મસંદની હાલત ગંભીર, હાલમાં વેન્ટિલેટર પર
File photo

રાજીવ મસંદ (Rajeev Masand) થોડા દિવસ પહેલાં જ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ફેફસામાં ઇન્ફેક્શન વધી જવાને કારણે તેને વેન્ટિલેટર પર શિફ્ટ કરવામાં આવ્યો હતો.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: જાણીતા ફિલ્મ ક્રિટિક અને કરન જોહર (Karan Johar)ની કંપની ધ્મા કોર્નરસ્ટોન એજન્સી (DCA)નાં COO રાજીવ મસંદ (Rajeev Masand)ની પરિસ્થિતિ ગંભિર છે. ગત થોડા દિવસ પહેલાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જે બાદ તેમની તબિયત નાદુરસ્ત છે. બાદમાં તેમને વેન્ટિલેટર પર પણ શિફ્ટ કરવામાં આવ્યાં હતાં. ICUમાં રાખ્યા બાદ તેમનાં ફેફસામાં ઇન્ફેક્શન વધી ગયુ હતું.

  રાજીવ મસંદ (Rajeev Masand)એ આશરે છ મહિના પહેલાં જ રિપોર્ટિંગ છોડી કરન જોહરની કંપની ધર્મા પ્રોડક્શનમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તે કરનની કંપની ધર્મા કોર્નરસ્ટોન એજન્સી (DCA)નો COO થઇ ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ, કોવિડ પોઝિટિવ હોવાનાં થોડા દિવસ બાદ તેમનું ઓક્સીજન લેવલ એકદમથી ડાઉન થઇ ગયુ હતું અને તેમને તુરંત જ હોસ્પિટલમાં દાખલ કરવાં પડ્યાં હતાં

  હોસ્પિટલમાં એક આખી ટીમ તેનું ધ્યાન રાખી રહી છે. અને આ ખબર સામે આવતા જ સોશિયલ મીડિયા પર સૌ કોઇ રાજીવ મસંદ માટે પ્રાર્થના કરી રહ્યાં છે. એક્ટ્રેસ દીયા મિર્ઝાએ પણ લખ્યું છે કે, 'પ્રેમાળ રાજીવ મસંદ, આપનાં માટે દિલથી પ્રાર્થના કરી રહી છું. જલ્દી સ્વસ્થ થઇ જાઓ, ત્યારે આ જોજો, તો તમને માલૂમ થશે કે, લોકો તમને કેટલો પ્રેમ કરે છે.
  Published by:Margi Pandya
  First published:May 03, 2021, 16:09 pm

  ટૉપ ન્યૂઝ