એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં નિધન બાદ નેપોટિઝમ મુદ્દે સોશિયલ મીડિયા પર જાણીતા ફિલ્મ મેકર કરન જોહર (Karan Johar) પર કંગના રનૌટની સાથે સાથે ઘણી સોશિયલ મીડિયા (Social Media) યૂઝર્સે પણ સવાલ ઉઠાવ્યા હતાં. કરન જોહર (Karan Johar)એ આવી કોઇ વાત કર તેની પ્રતિક્રિયા આપી નથી. સુશાંતનાં નિધન અંગે પોસ્ટ કર્યા બાદ કરને બે મહિના સધી ઇન્સ્ટાગ્રામ (Instagram) પર પણ એક્ટિવ નજર નહોતી આવી. હવે કરન જોહરે ઇન્સ્ટાગ્રામ પર ફાઇનલી એન્ટ્રી કરી લીધી છે. તેમણે સ્વતંત્રતા દિવસ (Independece Day)નાં સમયે પોસ્ટ શેર કરી હતી.
કરન જોહરે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને તેનાં ફોલોઅર્સનાં સ્વતંત્રતા દિવસે વધામણી આપી છે. તેમણે પોસ્ટમાં તિરંગાની એક તસવીર શેર કરી છે. આ ફોટોની સાથે જ તેણે લખ્યું હતું કે, 'આપણાં મહાન દેશ માટે... સંસ્કૃતિ નિધિનાં એક ખજાના, ઇતિહાસની વિરાસત... #Happyindependenceday... જય હિંદ'
કરન જોહરને તાબડતોડ પ્રતિક્રિયા મળી રહી છે. તેમનાં ફોલોઅર્સે પણ સ્વતંત્રતાનાં દિવસની શુભકામનાઓ આપી છે. આ પહેલાં કરન જોહરે 14 જૂનનાં સુશાંત સિંહ રાજપૂતને લઇને પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં તેણે લખ્યુ હતું કે, 'હું મારી જાતને બ્લેમ કરુ છુ ગત એક વર્ષમાં હું તારા સંપર્કમાં ન રહી શક્યો.. મે ઘણી વખત અનુભવ્યું હતું કે, તને તારી જીંદગી શેર કરવા માટે કેટલાંક લોકોની જરૂર છે.. પણ કોઇ રીતે મે તે ફિલિંગ અંગે વધુ વિચાર્યુ ન હતું.
હવે હું આવી ભૂલ બીજી વખત નહીં કરું.. અમે એક ઉર્જા અને ઘોઘાંટથી ભરેલા સમયમાં રહીએ છીએ. છતાં પણ એકલા છીએ.. આ પોસ્ટમાં અંતમાં તેણે સુશાંતની સ્માઇલને યાદ કરીશ તેમ પણ લખ્યુ હતું.'
આપને જણાવી દઇએ કે, સુશાંત સિંહ રાજપૂત અંગે વાત કરતાં કંગના રનૌટે કરણ જોહર પર આરોપ લગાવ્યો હતો કે, તેણે સુશાંતને એક ફ્લોપ સ્ટાર ઘોષિત કરી દીધો હતો. તેણે સુશાંતની ફિલ્મ 'ડ્રાઇવ'ને બાયર ન મળવાની વાત કહીને OTT પર રિલીઝ કરી હતી.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર