'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં ફરી જામશે રણવીર-આલિયાની જોડી, કરણ જૌહરે કરી જાહેરાત

રોકી ઔર રાની કી પ્રેમ કહાની

કરણ જૌહર (Karan Johar) તેની નવી ફિલ્મ 'રોકી ઔર રાનીકી પ્રેમ કહાની' (Rocky Aur Rani ki Prem Kahani)ની જાહેરારત કરી છે. જેની સાથે તે પાંચ વર્ષ બાદ ડિરેક્શનમાં પરત ફરી રહ્યો છે. ફિલ્મમાં એક વખત ફરી રણવીર સિંહ અને આલિયા ભટ્ટની સાથે નજર આવશે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ફિલ્મ નિર્માતા કરન જૌહર (Kran Johaar) પાંચ વર્ષ બાદ તેની નવી ફિલ્મ 'રોકી ઔર રાનીની પ્રેમ કહાની' (Rocky Aur Rani Ki Prem Kahani)ની સાથે ડિરેક્શનમાં ઝંપલાવ્યું છે. કરન જૌહરે તેનાં અધિકૃત ટ્વિટર પેજ પર આ વાતની જાહેરાત કરી છે. આ સાથે જ તેણે ખુલાસો કર્યો છે કે, આ ફિલ્મમાં રણવીર સિંહ (Ranveer Singh) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) નજર આવશે. કરન જૌહરની છેલ્લી ડિરકેક્ટેડ ફિલ્મ 'એ દિલ હૈ મુશ્કિલ' હતી જે એક બ્લોકબસ્ટર સાબિત થઇ હતી. ફિલ્મમાં શાહરૂખ ખાન અને ફવાદ ખાનનો કેમિયો હતો. સાથે જ ઐશ્વર્યા રાય બચ્ચન, અનુષ્કા શર્મા અને રણબીર કપૂર લિડ રોલમાં હતાં.

  Meet the legendary stars of Rocky Aur Rani Ki Prem Kahani. We are all thrilled to work with these veteran legends and I cannot wait to be on set with them! #RockyAurRaniKiPremKahani #RRKPK@aapkadharam #JayaBachchan @azmishabana @RanveerOfficial @aliaa08 @apoorvamehta18 pic.twitter.com/bUZur2MGv8

  — Karan Johar (@karanjohar) July 6, 2021  તો રણવીર સિંહનાં જન્મ દિવસ સમયે કરન જૌહરે એક્ટરને ગિફ્ટ આપવાની જાહેરાત રકી છે જેમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટની જોડી ફરી એક વખત જોવા મળશે. આ જોડી પહેલાં 'ગલી બોય'માં બંને નજર આવ્યાં હતાં. અને ફેન્સની વચ્ચે તેમની કેમેસ્ટ્રી ખુબજ પસંદ કરવામાં આવી હતી. હવે કરણ જોહરે સોશિયલ મીડિયા દ્વારા 'રોકી અને રાનીની પ્રેમ કહાની'ની જાહેરાત કરી છે.

  ફિલ્મમાં ખાસ વાત એ છે કે, ધરમેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમીનો રોમેન્ટિક ટ્રાયેંગલ પણ જોવા મળશે. આ લોકોનો પણ ઘણો જ મહત્વનો રોલ હશે. આ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હશે.
  Published by:Margi Pandya
  First published: