Home /News /entertainment /

અમિતાભ બચ્ચનની 'અગ્નિપથ' ફ્લોપ થતાં યશ જોહરનું તૂટી ગયું હતુ દિલ, કરણ જોહરે ભીની આંખે સંભળાવી કહાની

અમિતાભ બચ્ચનની 'અગ્નિપથ' ફ્લોપ થતાં યશ જોહરનું તૂટી ગયું હતુ દિલ, કરણ જોહરે ભીની આંખે સંભળાવી કહાની

કરણ જોહર (Karan Johar) તેના પિતા યશ જોહર (Yash Johar) સાથે સંબંધિત એક કિસ્સો યાદ કરીને ખૂબ જ ભાવુક થઈ ગયો

કરણ જોહર (Karan Johar) ટૂંક સમયમાં ફરી એકવાર ટીવી પર જોવા મળવાનો છે. તે કલર્સ પર આવનારા શો 'હુનરબાઝ દેશ કી શાન' (Hunarbaaz Desh Ki Shaan) માં જજની ભૂમિકા ભજવશે. આ શોમાં દેશભરમાંથી અલગ-અલગ ટેલેન્ટ જોવા મળશે.

    કરણ જોહર (Karan Johar) ટૂંક સમયમાં ફરી એકવાર ટીવી પર જોવા મળવાનો છે. તે કલર્સ પર આવનારા શો 'હુનરબાઝ દેશ કી શાન' (Hunarbaaz Desh Ki Shaan) માં જજની ભૂમિકા ભજવશે. આ શોમાં દેશભરમાંથી અલગ-અલગ ટેલેન્ટ જોવા મળશે. ચેનલ દ્વારા શોનો એક પ્રોમો શેર કરવામાં આવ્યો છે, જેમાં કરણ જોહર તેના પિતા યશ જોહર (Yash Johar) સાથે સંબંધિત એક કિસ્સો યાદ કરીને ખૂબ જ ભાવુક થઈ ગયો હતો, ત્યારબાદ મિથુન ચક્રવર્તી (mithun chakraborty) અને પરિણીતી ચોપરા (parineeti chopra) તેને શાંત કરતા જોવા મળ્યા હતા. આ વાત વર્ષ 1990માં રિલીઝ થયેલી અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ની ફિલ્મ 'અગ્નિપથ' (Agneepath) સાથે જોડાયેલી છે.

    કરણ જોહરે યાદોનો પીટારો ખોલ્યો

    યાદોનો ડબ્બો વિશાળ છે. ઘણીવાર આપણા ભૂતકાળમાં કેટલીક એવી વાતો બને છે, જેમાંથી ઘણી યાદો આપણી સાથે જોડાયેલી હોય છે અને પછી આપણે તેને વારંવાર યાદ કરીએ છીએ, જે આપણને ભાવુક બનાવી દે છે. કરણ જોહરને આવો જ એક કિસ્સો યાદ આવ્યો અને તેની આંખો ભીની થઈ ગઈ.

    કરણની આંખો ભીની થઈ ગઈ

    વાસ્તવમાં, ચેનલ દ્વારા 'હુનરબાઝ દેશ કી શાન'નો એક પ્રોમો શેર કરવામાં આવ્યો છે, જેમાં એક સ્પર્ધક હૃતિક રોશનની ફિલ્મ 'અગ્નિપથ'ના સુપરહિટ ગીત 'અભી મુઝે મેં કહીં' પર વાંસળીમાંથી મધુર ધૂન વગાડતો જોવા મળે છે. ગીતનું સંગીત સાંભળીને કરણ જોહર થોડો ભાવુક થઈ જાય છે અને તેની આંખો ભરાઈ આવે છે. પરિણીતી ચોપરા તેની પાસે આવે છે અને તેને ગળે લગાવે છે, પછી કરણે ખુલાસો કર્યો કે, જ્યારે પણ તે આ ગીત સાંભળે છે, ત્યારે તે ખૂબ જ ભાવુક થઈ જાય છે.

    'અગ્નિપથ' યશ જોહરના દિલની નજીક હતી

    કરણ કહે છે કે, આ ગીત સાંભળીને તેને તેના પિતા યશ જોહર યાદ આવે છે. કરણે ભીની આંખો સાથે કહ્યું કે, આ ફિલ્મ પાપાના દિલની ખૂબ જ નજીક હતી અને જ્યારે તે કામ ન કરી ત્યારે પાપાનું દિલ તૂટી ગયું હતું. જ્યારે અમે આ ફિલ્મનું રિમેક કર્યું ત્યારે મને ખબર નથી કે કેમ પણ આ ગીત મને તેમની યાદ અપાવે છે.

    આ પણ વાંચોઅમિતાભ બચ્ચન અને રેખાની આ ફિલ્મ તમે ક્યારેય નહીં જોઈ શકો!

    મિથુન યશ જોહરને કાકા કહીને બોલાવતો હતો

    વીડિયોમાં મિથુન કરણને કહે છે કે, તે યશ જોહરને કાકા કહીને બોલાવતા હતા છે. બંનેની મિત્રતા ઘણી સારી હતી અને તે બંનેને ખૂબ મિસ કરે છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Aamitabh Bachchan, Bollywood Latest News, Bollywood News in Gujarati, Karan johar, Mithun Chakraborty, Parineeti chopra, Tv show

    આગામી સમાચાર