'કરણ અર્જુન' (Karan Arjun) એક એવી ફિલ્મ છે, જેનો ઉલ્લેખ આજે પણ થતો રહે છે. 13 જાન્યુઆરી, 1995ના રોજ રીલિઝ થયેલી આ ફિલ્મમાં રાખીએ જે રીતે કહ્યું હતું કે 'મેરે કરણ-અર્જુન આયેંગે... મેરે બેટે આયેંગે' તે દર્શકોને ખૂબ જ પસંદ આવ્યું હતુ. આપણે બધા આ સંવાદનું વારંવાર પુનરાવર્તન કરતા રહીએ છીએ. રાકેશ રોશન (Rakesh Roshan) દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં સલમાન ખાન (Salman Khan), શાહરૂખ ખાન (Shahrukh Khan), કાજોલ (Kajol), મમતા કુલકર્ણી (Mamta Kulkarni), જોની લીવર (Johny Lever) અને અમરીશ પુરી (Amrish Puri) જેવા મહાન કલાકારો હતા. આ ફિલ્મને 27 વર્ષ વીતી ગયા બાદ ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો તમને જણાવીએ.
કાજોલ નહીં, જુહી ચાવલા પહેલી પસંદ હતી
27 વર્ષ પહેલા જ્યારે સલમાન ખાન અને શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ 'કરણ અર્જુન' રિલીઝ થઈ હતી, ત્યારે તે જબરદસ્ત હિટ રહી હતી. રાકેશ રોશન પહેલા આ ફિલ્મમાં કાજોલના રોલ માટે જુહી ચાવલાને કાસ્ટ કરવા માંગતા હતા, પરંતુ કેટલાક કારણોસર જુહી તે કરી શકી ન હતી, તેથી કાજોલને કાસ્ટ કરવામાં આવી હતી. તો, આ ફિલ્મની અભિનેત્રી મમતા કુલકર્ણીની જગ્યાએ તે જમાનાની પ્રખ્યાત અભિનેત્રી નગ્માને લેવામાં આવવાની હતી. વેલ, ફિલ્મની વાર્તા અને સ્ટારકાસ્ટને કારણે આ ફિલ્મ 1995ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. એકવાર ફિલ્મના શૂટિંગ દરમિયાન મમતા સલમાન અને શાહરૂખ પર ગુસ્સે થઈ ગઈ હતી.
ફિલ્મ 'કરણ અર્જુન'માં એક ગીત છે, 'આજા-આજા ભંગડા પા લે', આ ગીતમાં જ્યારે બધાના સ્ટેપ સાચા ન થતા ત્યારે તેને વારંવાર રિટેક કરવામાં આવી રહ્યું હતું. આ ગીતના શૂટિંગનો એક ભાગ પૂરો થયો ત્યારે બધા આરામ કરી રહ્યા હતા. ત્યારબાદ મમતા કુલકર્ણીએ સીટી વગાડી શાહરૂખ ખાન અને સલમાન ખાનને પોતાની પાસે બોલાવ્યા. પહેલા તો તેમને ખ્યાલ નહોતો કે તેમને આ રીતે કેમ બોલાવવામાં આવી રહ્યા છે, પરંતુ તેમના સિવાય ત્યાં બીજું કોઈ નહોતું. મમતા પાસે પહોંચતા જ મમતાએ શાહરૂખને હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું.
મમતાએ સલમાન-શાહરુખને ફટકાર લગાવવાનું શરૂ જ કરી દીધુ
શાહરૂખ અને સલમાન મમતા કુલકર્ણી પાસે પહોંચતા જ મમતાએ કહ્યું કે, આ ગીતમાં મારા સ્ટેપ્સ પરફેક્ટ ચાલી રહ્યા છે, પરંતુ તમારા બંનેના કારણે ગીત બગડી રહ્યું છે. ફુલ રિહર્સલ સાથે આવતીકાલે આવજો. મમતાની આ ઝાટકણીની સલમાન અને શાહરૂખ પર એટલી અસર થઈ કે, તેઓ સવારે 5 વાગે પ્રેક્ટિસ કરવા માટે ઉઠતા અને પછી સેટ પર આવતા, પણ ખરી મજા ત્યારે આવી જ્યારે ફાઈનલ શૂટિંગ ચાલી રહ્યું હતું.
જ્યારે 'આજા-આજા ભંગડા પા લે' ગીતના છેલ્લા ભાગનું શૂટિંગ ચાલી રહ્યું હતું, ત્યારે ગીતના કોરિયોગ્રાફર ચિન્ની પ્રકાશે મમતા કુલકર્ણીને કહ્યું હતું કે, 'આ બે છોકરાઓ સાચા સ્ટેપ્સ કરી રહ્યા છે, તમારા સ્ટેપ્સ બગડી રહ્યા છે'. આના પર સલમાન અને શાહરૂખ એકબીજાને ગર્વથી જોવા લાગ્યા. શાહરૂખ અને સલમાને 'બિગ બોસ'ના સ્ટેજ પર આ સમગ્ર ઘટના શેર કરી હતી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર