Home /News /entertainment /Ranbir-Alia Marriage ની આ તસવીરની કિંમત આંકવા બેસીએ તો ઊડી જશે હોશ, જાણો શું છે મામલો?

Ranbir-Alia Marriage ની આ તસવીરની કિંમત આંકવા બેસીએ તો ઊડી જશે હોશ, જાણો શું છે મામલો?

Kapoor Family Photo Ranbir Alia Marriage (Credit: riddhimakapoorsahniofficial)

Ranbir Kapoor અને Alia Bhatt ને અભિનંદન આપવા સાથે, સમગ્ર કપૂર પરિવારે એક સાથે તસવીર માટે પોઝ આપ્યો હતો. આ તસવીર વરરાજાની પ્રિય બહેન રિદ્ધિમા કપૂર સાહનીએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી, પરંતુ શું તમે જાણો છો કે આ તસવીરમાં કપૂર પરિવારની કુલ સંપત્તિ કેટલી છે. આવો તમને જણાવીએ કે આ તસવીર કેટલી કિંમતી છે.

વધુ જુઓ ...
14 એપ્રિલે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નમાં (Ranbir-Alia Marriage) ફક્ત પરિવાર અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. કપૂર પરિવારના લાડકા રણબીરના લગ્નમાં આખો પરિવાર એક છત નીચે એકઠા થયો હતો. નવદંપતીને અભિનંદન આપવા સાથે, બધાએ એક સાથે તસવીર માટે પોઝ આપ્યો (Kapoor Family Photo). આ તસવીર વરરાજાની પ્રિય બહેન રિદ્ધિમા કપૂર (Ridhima Kapoor) સાહનીએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી, પરંતુ શું તમે જાણો છો કે આ તસવીરમાં કપૂર પરિવારની કુલ સંપત્તિ કેટલી છે. આવો તમને જણાવીએ કે આ તસવીર કેટલી કિંમતી છે.




રિદ્ધિમા કપૂર સાહનીએ ઈન્સ્ટાગ્રામ પર કપૂર જૈન પરિવારના લોકોની એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં આલિયા ભટ્ટ ઉપરાંત રણબીર કપૂર, નીતુ કપૂર, કરીના કપૂર ખાન, કરિશ્મા કપૂર, રણધીર કપૂર અને તેની બહેન રીમા જૈન તેમજ રિદ્ધિમા કપૂર પણ છે.

આ પણ વાંચો:  Ranbir Alia Reception: રણબીર આલિયાનું ગ્લેમરસ રિસેપ્શન, ગૌરી ખાનથી લઇ મલાઇકા-અર્જુન સાથે આવ્યાં નજર

આલિયા-રણબીર પાસે 839 કરોડની સંપતિ


આ તસવીરમાં હાજર કેટલીક હસ્તીઓ ફિલ્મી દુનિયાની છે તો કેટલીક બિઝનેસ ટાયકૂન છે. ચાલો પહેલા વર રણબીર કપૂર વિશે જણાવીએ. ડફ અને ફેલ્પ્સના રિપોર્ટ અનુસાર રણબીર કુલ 322 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક બની ગયો છે જ્યારે આલિયા ભટ્ટની કુલ સંપત્તિ 517 કરોડ એટલે કે લગ્ન પછી વર-કન્યા 839 કરોડની સંપત્તિના માલિક બન્યા છે.

નીતુ કપૂરની નેટ વર્થ 287 કરોડ


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રણબીર કપૂરની માતા નીતુ કપૂર, જે પોતે જાણીતી અભિનેત્રી છે, તે પોતે 37 કરોડની માલિક છે અને પતિ ઋષિ કપૂરની નેટવર્થ લગભગ 250 કરોડ છે, તે પણ તેમની પાસે છે, એટલે કે નીતુ અને ઋષિ કુલ 287 કરોડની સંપત્તિના માલિક છે.

રણધીર અને કરીના-કરિશ્મા લગભગ 900 કરોડના માલિક


હવે વાત કરીએ કરીના કપૂર ખાન (Kareena Kapoor) અને કરિશ્મા કપૂરની (Karishma Kapoor) ફિલ્મોથી લઈને જાહેરાત અને મોડલિંગ સુધી, કરીનાએ 464 કરોડ રૂપિયાની સંપત્તિ એકઠી કરી છે, જ્યારે તેની મોટી બહેન કરિશ્મા કપૂર 84 કરોડની માલિક છે. તે જ સમયે, તેની ફોઇ રીમા કપૂર જૈન પણ 12 કરોડની માલકીન છે. કરીના અને કરિશ્માના પિતા પીઢ અભિનેતા રણધીર કપૂર (Randhir Kapoor) પોતે 248 કરોડની સંપત્તિના માલિક છે.

શ્વેતા નંદા અને લખિલ નંદા કરોડોની સંપત્તિના માલિક છે


આ તસવીરમાં અરમાન જૈન, આહર જૈન, નિખિલ નંદા, નિતાશા નંદા, શ્વેતા બચ્ચન પણ છે. તમને જણાવી દઈએ કે શ્વેતાએ રાજ કપૂરની બહેન રિતુ કપૂર નંદાના પુત્ર નિખિલ નંદા સાથે લગ્ન કર્યા છે.

આ પણ વાંચો: ભારતી સિંહે નીતુ કપૂરને ગિફ્ટમાં આપ્યું કુકર, આલિયા ભટ્ટની સાસુએ કહ્યું- 'હું આ વહુરાણીને આપીશ'

શ્વેતા અને નિખિલની દીકરી નવ્યા નવેલી પણ હાજર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રખ્યાત બિઝનેસમેન નિખિલ એટલે કે અમિતાભ બચ્ચનના જમાઈ કરોડોની સંપત્તિના માલિક છે. આ ફેમિલી પિક્ચરમાં શશિ કપૂર અને જેનિફરના પુત્રો કુણાલ કપૂર અને કરણ કપૂર પણ હાજર છે. શમ્મી કપૂરની પત્ની નીલા દેવી પણ હાજર છે.

(નોંધ: સંપતિના આંકડા મીડિયા રિપોર્ટ્સ અનુસાર છે)
First published:

Tags: Alia Bhatt, Kareena kapoor, Neetu Kapoor, Ranbir Kapoor