Home /News /entertainment /

આજથી શરૂ થશે 'સ્વયંવર- મિકા દી વોટી', કપિલે પુછ્યું- ખરેખર તારે મન છે લગ્ન કરવાનું..?

આજથી શરૂ થશે 'સ્વયંવર- મિકા દી વોટી', કપિલે પુછ્યું- ખરેખર તારે મન છે લગ્ન કરવાનું..?

આજથી શરૂ થશે 'સ્વયંવર- મિકા દી વોટી'

Swayamvar Mika Di Vohti: મીકા સિંહના ( Mika Singh)સ્વયંવર સમારોહના શોનું નામ ‘સ્વયંવર: મીકા દી વોહટી’ છે. ખૂબ જ ઓછા લોકોને વોહટીનો અર્થ ખબર હશે. વોહટી એક પંજાબી શબ્દ છે, જેનો અર્થ પત્ની થાય છે. ‘સ્વયંવર: મીકા દી વોહટી’ માટે સ્ટાર ભારત તરફથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ઢોલ નગારા, ગિદ્દા, ભાંગરા અને પ્રખ્યાત ગાયકોના ગીતની સાથે મીકાના લગ્નની શરૂઆત થઈ ચૂકી છે. આ કાર્યક્રમ રાજસ્થાનના જોધપુરમાં (Rajsthan Jodhpur) રાખવામાં આવ્યો છે. એક ખૂબ જ સુંદર રિસોર્ટમાં શાનદાર વ્યવસ્થા કરવામાં આવી છે, મીકા સિંહની સાથે 12 યુવતીઓ પણ આ સ્થળ પર હાજર છે.

વધુ જુઓ ...
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલીવુડ સિંગર મીકા સિંહ લગ્ન કરવાના મૂડમાં છે. જાણવા મળી રહ્યું છે કે, મીકા સિંહ (Mika Singh) થોડા સમયમાં સ્વયંવર કરવા જઈ રહ્યા છે. આ લગ્ન સમારોહનું આયોજન ટીવી પર પ્રસારિત કરવામાં આવશે, 19 જૂનથી ટીવી ચેનલ સ્ટાર ભારત અને OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર ‘સ્વયંવર: મીકા દી વોહટી’ (Swayamvar Mika Di Vohti) નામનો શો શરૂ થઈ રહ્યો છે. અલગ અલગ વિસ્તારમાંથી સિલેક્ટ થયેલી 12 યુવતીઓ આ શોમાં ભાગ લેશે. મીકા સિંહ આ 12 યુવતીમાંથી એક યુવતીને પોતાની જીવનસંગિની બનાવશે. આ શૉની ચર્ચાઓ ચારેય તરફ છે. આજ રાત્રે 8.00 વાગ્યાથી આ શૉ 'સ્ટાર ભારત' (Star Bharat) પર શરૂ થશે. ત્યારે હાલમાં જ કપિલ શર્માનો (Kapil Sharma) એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં કપિલ મિકાસિંહની ટાંગ ખેચતો નજર આવે છે.

    કપિલ શર્મા મિકાને કહે છે કે, એક કોલેજિયન છોકરી ઘરે જઇને તેની માને કહેશે કે.. મા.. મા.. મારી માટે મિકાનું માગુ આવ્યું છે.. તો એની મા કહેશે.. રેવા દે એ તો મારી માટે પણ આવ્યું હતું... પછી મિકા શાન અને કપિલ શર્મા જોર જોરથી હસવાં લાગે છે. વાતને વાળતા કપિલ શર્મા મિકાને પુછે છે કે, પણ મિકાભાઇ શું ખરેખર તારું મન છે લગ્ન કરવા માટે.. તેનાં જવાબમાં મિકા કહે છે.. હા.. હા.. જરૂરથી.. હું તૈયાર છું લગ્ન કરવાં..








    View this post on Instagram






    A post shared by Mika Singh (@mikasingh)






    મીકા સિંહના સ્વયંવરમાં શું થશે?
    મીકા સિંહના સ્વયંવર સમારોહના શોનું નામ ‘સ્વયંવર: મીકા દી વોટી’ છે. ખૂબ જ ઓછા લોકોને વોહટીનો અર્થ ખબર હશે. વોહટી એક પંજાબી શબ્દ છે, જેનો અર્થ પત્ની થાય છે. ‘સ્વયંવર: મીકા દી વોહટી’ માટે સ્ટાર ભારત તરફથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ઢોલ નગારા, ગિદ્દા, ભાંગરા અને પ્રખ્યાત ગાયકોના ગીતની સાથે મીકાના લગ્નની શરૂઆત થઈ ચૂકી છે. આ કાર્યક્રમ રાજસ્થાનના જોધપુરમાં રાખવામાં આવ્યો છે. એક ખૂબ જ સુંદર રિસોર્ટમાં શાનદાર વ્યવસ્થા કરવામાં આવી છે, મીકા સિંહની સાથે 12 યુવતીઓ પણ આ સ્થળ પર હાજર છે.








    View this post on Instagram






    A post shared by STAR Bharat (@starbharat)






    મીકા સિંહ જણાવે છે કે, ‘મેં અન્ય લોકોના લગ્નમાં બહુ ભાંગડા કર્યા, હવે મારા લગ્ન થશે. આ શોની મદદથી મને મારી ડ્રીમગર્લ મળશે. સ્ટાર ભારતના શો ‘સ્વયંવર: મીકા દી વોહટી’ એ મને મારી જીવનસાથી પસંદ કરવાનો એક મોકો આપ્યો. આ શો માટે મારો સંપર્ક કરવામાં આવતા મને એવું લાગે છે કે, મારું નસીબ ખુલી ગયું છે. ’

    હું આ રાજકુમારીઓને મળી રહ્યો છું અને તેમની સાથે સમય પસાર કરી રહ્યો છું. આ તમામ યુવતીઓ આ શો માટે આવી જેથી હું તેમનો ખૂબ જ આભારી છું. ગાયક શાન 14 વર્ષ પછી કોઈ રિયાલિટી શોમાં મેજબાની કરવા જઈ રહ્યા છે અને તેઓ ખૂબ જ ખુશ છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Kapil shrama, Mika singh, Swayamvar Mika Di Vohti, Tv Gossip, Tv news

    આગામી સમાચાર