Home /News /entertainment /The Kapil Sharma Show : કપિલ શર્માએ નવાઝુદ્દીન સિદ્દીકીના બંગલા પર કરી ફની કોમેન્ટ, એક્ટરે આપ્યું આ રિએક્શન
The Kapil Sharma Show : કપિલ શર્માએ નવાઝુદ્દીન સિદ્દીકીના બંગલા પર કરી ફની કોમેન્ટ, એક્ટરે આપ્યું આ રિએક્શન
કપિલ શર્માએ નવાઝુદ્દીન સિદ્દીકીના બંગલા પર કરી ફની કોમેન્ટ
નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui) અને ટાઇગર શ્રોફ (Tiger Shroff) ધ કપિલ શર્મા શોમાં (The Kapil Sharma Show) આવશે. આ સાથે તારા સુતારિયા (Tara Sutaria) અને ફિલ્મ નિર્માતા અહેમદ ખાન પણ આ શોનો ભાગ હશે. એપિસોડનો પ્રોમો વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે.
કપિલ શર્મા (Kapil Sharma) પોતાની કોમેડીથી કોઈને પણ હસવા મજબૂર કરી દે છે. તેથી જ તેને કોમેડી કિંગ કહેવામાં આવે છે. હીરોપંતી 2 ની (Heropanti 2) કાસ્ટ કપિલ શર્માના આગામી એપિસોડમાં આવશે. નવાઝુદ્દીન સિદ્દીકી અને ટાઇગર શ્રોફ ધ કપિલ શર્મા શોમાં (The Kapil Sharma Show) આવશે. આ સાથે જ તારા સુતારિયા (Tara Sutaria) અને ફિલ્મ નિર્માતા અહેમદ ખાન પણ આ શોનો ભાગ હશે. એપિસોડનો પ્રોમો વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. જેમાં કપિલ શર્મા નવાઝુદ્દીન સિદ્દીકી સાથે તેના નવા ઘર વિશે વાત કરતા જોવા મળે છે.
કપિલ શર્મા નવાઝુદ્દીન સિદ્દીકીના ઘરની મજાક ઉડાવે છે અને તેને પૂછે છે- 'શું તમને તમારા વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ જેવી ફિલિંગ નથી આવતી?' વાસ્તવમાં, થોડા દિવસો પહેલા નવાઝુદ્દીન સિદ્દીકીએ તેના નવા ઘરની તસવીરો શેર કરી હતી અને જણાવ્યું હતું કે તેણે તેના સપનાના ઘર માટે કેટલી મહેનત કરી છે. કપિલ શર્મા નવાઝુદ્દીનના ઘર વિશે વાત કરતો જોવા મળે છે. આ ઘર સંપૂર્ણ પણે વ્હાઇટ છે.
હવે ચેનલ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં કપિલ શર્મા કહે છે- 'નવાઝુદ્દીન ભાઈએ હાલમાં જ એક શાનદાર બંગલો બનાવ્યો છે, આખો સફેદ રંગનો, અમે જોયો છે. વ્હાઇટ હાઉસ. ક્યારેક જ્યારે તમે ઘરની અંદર બેઠા હોવ ત્યારે તમને એવું લાગતું નથી કે તમે રાષ્ટ્રપતિ છો?
કપિલ આગળ કહે છે- 'જો વ્યક્તિ સફેદ રંગની નવી શર્ટ પણ સિવડાવી લેને તો તેનું ખૂબ ધ્યાન રાખે છે કે તે ગંદુ ન થઇ જાય, તો તમે તેને સફેદ બનાવી દીધો છે, તો શું તમે ધાબા પર કબૂતરો ઉડાવવા જાઓ છો.
તમને જણાવી દઈએ કે, આ વર્ષે જ નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતાના ઘરની પહેલી ઝલક ચાહકો સાથે શેર કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર પોતાના ઘરની એક ઝલક શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું - 'એક સારો અભિનેતા ક્યારેય ખરાબ વ્યક્તિ ન હોઈ શકે. કારણ કે તે તેની અંદર રહેલી પવિત્રતા છે જે સારા કાર્યને બહાર લાવે છે.' યારી રોડ પર સ્થિત આ બંગલો નવાઝુદ્દીન સિદ્દીકીએ તેના પિતાની યાદમાં બનાવ્યો છે. તેમણે આ ઘરનું નામ 'નવાબ' રાખ્યું છે, જે તેમના પિતાની યાદમાં બનાવવામાં આવ્યું છે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર