Home /News /entertainment /

AUDIO વાયરલ: કપિલ શર્માએ ન્યૂઝ એડિટરને આપી ગંદી ગાળો

AUDIO વાયરલ: કપિલ શર્માએ ન્યૂઝ એડિટરને આપી ગંદી ગાળો

    કપિલ શર્માનો હવે ખરાબ સમય શરૂ થઈ ગયો છે. કારણ કે કપિલ હવે એક મોટા વિવાદમાં ફસાઈ ગયો છે. તેમણે સ્પોટબોયના એડિટર વિક્કી લાલવાનીને ફોન પર ગંદી ગાળો આપી છે. કપિલ અને વિક્કી વચ્ચે થયેલી વાતચિતની ટેપ પણ રિલીઝ કરી છે. જેમાં કપિલ વિક્કી અને તેની દિકરીને અપશબ્દ કહેતો સાંભળવા મળી રહ્યો છે. કપિલ શર્માએ ફોન પર એવી એવી ગાળો આપી છે કે જે લખી પણ ન શકાય. કપિલે કહ્યું તારી દિકરી મારી સાથે સુવા માગે છે....

    કપિલે વિક્કીને ગાળો આપતા કહ્યું કે તેઓ તેના વિરૂદ્ધ ખોટી ખબરો છાપે છે. અને કપિલે એડિટર પર આરોપ લગાવ્યો છે કે તેઓ પૈસા માટે આવી અફવાઓ છાપે છે. કપિલે આટલું જ નહિં પરંતુ એડિટરના માતા અને બહેન વિરૂદ્ધ પણ ગંદી ગંદી ગાળો આપી હતી. અને કહ્યું કે એવુ લખને કે તારી દિકરી મારી સાથે સુવા માગે છે. અને પોતાની દિકરીને વેંચીને રઈસ બની જા.



    કપિલ શર્માના ટ્વિટર હેન્ડલ પરથી ગાળોનો વરસાદ પણ થયો. જેમાં તેને એવું લખ્યું હતું કે જે પણ લખું છું તે દિલથી લખુ છું. શુક્રવારે અચનાક કપિલ શર્માના ટ્વિટર હેન્ડલ પરથી એક પછી એક ટ્વીટ થવા માંડ્યા જેમાં મીડિયાને ગંદી ગાળો આપવામાં આવી હતી. પરંતુ થોડા સમય બાદ કપિલે ટ્વિટ કરીને કહ્યું કે મારૂ ટ્વિટર અકાઉન્ટ હેક થઈ ગયું હતું. જેથી આગળના મેસેજને ઇગ્નોર કરવા.



    કપિલે આપી ગંદી ગાળો
    વિક્કી- તમને તો અંગ્રેજી પણ ઠીકથી નથી આવડતું....
    કપિલ- જેને અંગ્રેજી આવડતું હોય તે શું મોટો સ્ટાર હોય છે.
    વિક્કી- પહેલા તમે હિટ હતા. હવે ફ્લોપ છો
    કપિલે આ બાદ તેની ગાળોનો વરસાદ શરૂ કર્યો

    આ ગંદી ગાળો આપ્યાના સિલસલા બાદ કપિલ શર્માએ પોતાના 2 પૂર્વ મેનેજર વિરૂદ્ધ FIR દાખલ કરી છે. આ FIR કપિલે નીતિ સિમોસ અને પ્રીતિ સિમોસ વિરૂદ્ધ દાખલ કરી છે. 25 લાખની ફિરોતી માંગવાના મામલામાં કપિલે ફરિયાદ દાખલ કરી છે. ઉલ્લેખનિય છે કે થોડા સમય પહેલા પોતાની એક્સ મેનેજર પ્રીતિ સિમોસ સાથે કપિલના અફેયરની વાત પણ સામે આવી હતી. ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા અનુસાર કપિલે આ વેબપોર્ટલના સંપાદક વિરૂદ્ધ પૈસા ન આપવાના લીધે પોતાની ઇમેજ ખરાબ કરવાના મામલામાં ફરિયાદ દાખલ કરી છે.
    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: Kapil Sharma

    આગામી સમાચાર