Home /News /entertainment /

રસપ્રદ : કેવી રીતે The Kapil Sharma Show નો આઈડીયા આવ્યો? આ રીતે બદલાઈ કપિલ શર્માની કિસ્મત

રસપ્રદ : કેવી રીતે The Kapil Sharma Show નો આઈડીયા આવ્યો? આ રીતે બદલાઈ કપિલ શર્માની કિસ્મત

કપિલ શર્મા શોની રસપ્રદ કહાની

કપિલ (Kapil Sharma) ના આ શોનું નામ પહેલા 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' હતું બાદમાં તેને બદલીને 'ધ કપિલ શર્મા શો' (The Kapil Sharma Show) કરવામાં આવ્યું હતું. આ શોમાં બોલિવૂડથી લઈને ટીવી ઈન્ડસ્ટ્રીના ફેમસ સેલેબ્સ ભાગ લે છે, અને દર્શકોનું મનોરંજન કરે છે.

વધુ જુઓ ...
    કપિલ શર્મા શો (The Kapil Sharma Show) ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. શોના હોસ્ટ કપિલ શર્મા (Kapil Sharma) ની અદભૂત કોમિક ટાઈમિંગ દર્શકોને ખૂબ હસાવશે. કપિલના આ શોનું નામ પહેલા 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' હતું બાદમાં તેને બદલીને 'ધ કપિલ શર્મા શો' કરવામાં આવ્યું હતું. આ શોમાં બોલિવૂડથી લઈને ટીવી ઈન્ડસ્ટ્રીના ફેમસ સેલેબ્સ ભાગ લે છે, અને દર્શકોનું મનોરંજન કરે છે. તેમની આગામી ફિલ્મોના પ્રમોશન માટે ઘણી સેલિબ્રિટી પણ આ શોમાં આવે છે. આ પ્રખ્યાત કોમેડી શો કેવી રીતે શરૂ થયો, આજે અમે તેના વિશે એક રસપ્રદ કહાની કહીએ છીએ.

    કપિલ શર્માને મનીષ પોલ સાથે હોસ્ટ કરવાની ઓફર મળી

    એવું કહેવાય છે કે, ઉપરવાળો આપણા બધા માટે કઈંકને કઈંક આયોજન કરની જ રાખે છે, અને જઈએ કઈંક અન્ય કામ માટે અને થઈ જાય કઈંક અલગ જ. કપિલ શર્મા સાથે પણ કંઈક આવું જ થયું છે. કપિલ શર્માને શો 'ઝલક દિખલા જા' હોસ્ટ કરવાની ઓફર મળી હતી. કપિલ જ્યારે ચેનલની ઓફિસે પહોંચ્યો ત્યારે તેને કહેવામાં આવ્યું કે, તેને મનીષ પોલ સાથે શો હોસ્ટ કરવાનો છે. જ્યારે કપિલ રાજી થયો ત્યારે તેને બીબીસીના પ્રોડક્શન હાઉસમાં જવાનું કહેવામાં આવ્યું.

    કપિલ શર્માના મોટાપા પર સવાલ ઉઠ્યા હતા

    જ્યારે કપિલ શર્મા પ્રોડક્શન હાઉસ પહોંચ્યો ત્યારે તેમણે કપિલને જોઈને કહ્યું કે, 'તું બહુ જાડો છે, તું પહેલા તારું વજન થોડું ઓછું કર'. જ્યારે કપિલે આ અંગે ચેનલને જાણ કરી તો તેમણે પ્રોડક્શન હાઉસ સાથે વાત કરી અને કહ્યું કે, 'તે ખૂબ જ ટેલેન્ટેડ છોકરો છે, શોને હોસ્ટ કરવા દો, પછી વજન ઘટાડશે' અને આ રીતે તેને શો હોસ્ટ કરવાની તક મળી.

    આ પણ વાંચોરસપ્રદ : 'નટસમ્રાટ'થી લઈ ક્રાંતિવીર સુધી, IMDB પર નાના પાટેકરની આ છે ટોપ રેકિંગ ફિલ્મો

    કપિલ શર્માએ કોમેડી શોનો આઈડિયા આપ્યો

    આ મીટિંગ દરમિયાન કપિલ શર્માએ કલર્સ ચેનલની ટીમને કોમેડી શોનો આઈડિયા આપ્યો હતો. તેમને આ આઈડિયા પસંદ આવ્યો તો તેને શોનું ફોર્મેટ તૈયાર કરવા માટે બે દિવસનો સમય આપવામાં આવ્યો. કપિલે ખૂબ મહેનત કરીને પ્રેઝન્ટેશન તૈયાર કર્યું અને ચેનલના લોકોને તે એટલું પસંદ આવ્યું કે, 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' નામનો શો ઓન એર થઈ ગયો.
    Published by:kiran mehta
    First published:

    Tags: Kapil Sharma, The kapil sharma show

    આગામી સમાચાર