Home /News /entertainment /Kapil Sharma Upcoming Movie : કપિલ શર્મા ફરી રૂપેરી પડદે દેખાશે? પ્રોડ્યુસર વિપુલ શાહે આ મૂવી માટે કર્યો સંપર્ક
Kapil Sharma Upcoming Movie : કપિલ શર્મા ફરી રૂપેરી પડદે દેખાશે? પ્રોડ્યુસર વિપુલ શાહે આ મૂવી માટે કર્યો સંપર્ક
કપિલ શર્મા ફરી મોટા પડદે જોવા મળશે
Kapil Sharma Upcoming Movie : કપિલ શર્મા વધુ એક ફિલ્મ (Kapil Sharma Film) સાઈન કરે તેવી શક્યતા છે. વિપુલ શાહ દ્વારા કપિલને કોમેડી ફિલ્મ (Kapil Sharma Comedy Film) ની ઓફર કરવામાં આવી છે. આ સિવાય ધ કપિલ શર્મા શોના સેટ પર આવેલ નિર્માતા સાજિદ નડિયાદવાલાએ જાહેરાત કરી હતી કે તેઓ કપિલ શર્મા માટે એક સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યાં
કોમેડી કિંગ કપિલ શર્મા (Kapil Sharma) ટેલિવૂડમાંથી હવે બોલિવૂડના રૂપેરી પડદે ફરી ધમાકેદાર એન્ટ્રી કરતા જોવા મળી શકે છે. કપિલ શર્મા ટૂંક સમયમાં બીજી ફિલ્મ (Kapil Sharma Film) સાઈન કરે તેવી શક્યતા છે. રિપોર્ટ અનુસાર આગામી ફિલ્મ માટે કપિલનો વિપુલ ડી શાહ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે. આ ફિલ્મ અંગે Pinkvilla નો અહેવાલ છે કે, શાહ દ્વારા કપિલને કોમેડી ફિલ્મ (Kapil Sharma Comedy Film) ની ઓફર કરવામાં આવી છે.
કપિલ શર્મા અને વિપુલ ડી શાહ ઘણા વર્ષોથી એકબીજાને ઓળખે છે. વિપુલે કપિલને કોમેડી ફિલ્મની ઓફર કરી છે અને આ ચર્ચા એડવાન્સ સ્ટેજમાં છે. તે એક મનોરંજક ફિલ્મ હશે પરંતુ મૂવી પ્રોજેક્ટના ફાઈનલાઇઝેશન બાદ શેડ્યૂલ અને અન્ય લોજિસ્ટિક્સને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. વિપુલ શાહ અને કપિલ શર્માએ અગાઉ કોમેડી સર્કસમાં સાથે કામ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે અક્ષય કુમાર અને યામી ગૌતમ સ્ટારર OMG 2 ની રિલીઝ માટે વિપુલ શાહ હાલમાં અંતિમ તૈયારી કરી રહ્યા છે.
નડિયાદવાલા પણ સંપર્કમાં
વિપુલ શાહ સિવાય ધ કપિલ શર્મા શોના સેટ પર આવેલ નિર્માતા સાજિદ નડિયાદવાલાએ જાહેરાત કરી હતી કે તેઓ કપિલ શર્મા માટે એક સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યાં છે. આગામી બે મહિનામાં કપિલ સાથે ટાઈ-અપની જાહેરાત પણ થવાની સંભાવના નડિયાદવાલાએ વ્યકત કરી હતી.
હજી કપિલની મૂવી પાઈપલાઈન અહી અટકતી નથી. ફેબ્રુઆરીમાં જ કપિલ શર્માએ સોશિયલ મીડિયા પર તેણે Applause Entertainment અને ડિરેક્ટર નંદિતા દાસ સાથે આગામી બોલિવૂડ મૂવી (Upcoming Movie) અંગે પણ સત્તાવાર જાહેરાત કરી હતી. કોમેડિયને અપડેટ આપતા કહ્યું હતુ કે, તે ફૂડ ડિલિવરી રાઇડરની ભૂમિકા ભજવતો જોવા મળશે, જ્યારે શહાના ગોસ્વામી મૂવીમાં મુખ્ય એક્ટ્રેસ હશે. કપિલે લખ્યું હતું હતુ કે “Filming soon! Need your blessings".
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર