Home /News /entertainment /અક્ષય કુમાર કપિલ શર્માથી નારાજ નથી, કોમેડિયને ટ્વિટ કરીને કહ્યું- 'મેં પાજી સાથે વાત કરી છે'
અક્ષય કુમાર કપિલ શર્માથી નારાજ નથી, કોમેડિયને ટ્વિટ કરીને કહ્યું- 'મેં પાજી સાથે વાત કરી છે'
કપિલ શર્મા અક્ષય કુમાર
કપિલ શર્મા (Kapil Sharma) અને બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar) વચ્ચે બધું બરાબર છે અને અક્ષય ટૂંક સમયમાં જ 'ધ કપિલ શર્મા શો' (The Kapil Sharma Show) પર તેની આગામી ફિલ્મ 'બચ્ચન પાંડે' (Bachchan Pandey) નું પ્રમોશન કરશે
પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્મા (Kapil Sharma) અને બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar) વચ્ચે બધું બરાબર છે અને અક્ષય ટૂંક સમયમાં જ 'ધ કપિલ શર્મા શો' (The Kapil Sharma Show) પર તેની આગામી ફિલ્મ 'બચ્ચન પાંડે' (Bachchan Pandey) નું પ્રમોશન કરશે. આ વાત અમે નહીં, કપિલ શર્માએ પોતે ટ્વીટ કરીને જણાવી છે. તેણે ટ્વીટ કરીને સ્પષ્ટ કર્યું છે કે, અક્ષય કુમાર અને તેની વચ્ચે કોઈ મતભેદ નથી.
કપિલે ટ્વીટ કરીને લખ્યું, 'પ્રિય મિત્રો, મારા અને અક્ષય પાજી વિશે મીડિયામાં છપાયેલા તમામ સમાચારો વાંચી રહ્યો હતો, મેં પાજી સાથે વાત કરી છે અને બધું ઉકેલી લીધું છે, તે માત્ર એક મિસ કોમ્યુનિકેશન હતું, બધું બરાબર છે અને ખૂબ જ ટૂંક સમયમાં અમે મળી રહ્યા છીએ. બચ્ચન પાંડે એપિસોડના શૂટિંગ માટે. તે મારા મોટો ભાઈ છે અને મારાથી ક્યારેય નારાજ થઈ શકે નહીં. આભાર.'
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બધું ત્યારે શરૂ થયું જ્યારે થોડા દિવસો પહેલા અક્ષય કુમાર 'ધ કપિલ શર્મા શો'માં આવ્યો હતો. કોમેડિયને તેને એક 'પ્રસિદ્ધ વ્યક્તિ' સાથે કરેલા ઇન્ટરવ્યુ વિશે પૂછ્યું હતું, જેમાં અક્ષય કુમારે તેને કેરી ખાવાના શોખ વિશે પૂછ્યું હતુ. તે અભિનેતાને થોડા વર્ષ પહેલા પીએમ મોદી સાથે કરેલા ઇન્ટરવ્યુનો ઉલ્લેખ કરી રહ્યો હતો. તેમની વચ્ચે થયેલી વાતચીતની વીડિયો ક્લિપને લઈને તેમની વચ્ચે બોલાચાલી ચાલી રહી છે.
વીડિયો ક્લિપમાં, અક્ષય કુમાર કપિલને ખુલ્લેઆમ તે વ્યક્તિત્વનું નામ આપવા માટે પડકાર આપે છે, ત્યારે કોમેડિયન વિષય બદલી નાખે છે. સૂત્રનું કહેવું છે કે, દેખીતી રીતે શૂટિંગ પૂરું થયા પછી, અભિનેતાએ ચેનલને આ ભાગ પ્રસારિત ન કરવા વિનંતી કરી, કારણ કે તે PM કાર્યાલયને ચર્ચામાં લાવી રહ્યું હતુ.
હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેની વાતચીતમાં, સૂત્રએ કહ્યું, 'અક્ષય કપિલના તમામ જોક્સને ખુલ્લેઆમ લે છે, પરંતુ પીએમના ઈન્ટરવ્યુ પર કટાક્ષ કરવી એ આટલા ઉચ્ચ પદની ગરિમાને ઠેસ પહોંચાડનારી બાબત હતી. તેથી, અક્ષયે ચેનલને વિનંતી કરી કે, તે આ પ્રશ્ન પ્રસારિત ન કરે. આવી વિનંતી કરવી તે મહેમાનનો અધિકાર છે, કારણ કે શો લાઈવ નથી. ચેનલ સંમત થઈ, પરંતુ વિવાદાસ્પદ દ્રશ્ય ટૂંક સમયમાં ઇન્ટરનેટ પર લીક થઈ ગયું. આ ભરોસો કપિલની ટીમના કોઈ વ્યક્તિએ તોડ્યો હતો. શોમાં કમબેક કરતા પહેલા અક્ષયે આ અંગે સ્પષ્ટતા માંગી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર