Home /News /entertainment /

કપિલ શર્મા ગર્લફ્રેન્ડ ગિન્ની સાથે ફરશે સાત ફેરા, શો પણ આવી રહ્યો છે જલ્દી

કપિલ શર્મા ગર્લફ્રેન્ડ ગિન્ની સાથે ફરશે સાત ફેરા, શો પણ આવી રહ્યો છે જલ્દી

કપિલ શર્મા ગર્લફ્રેન્ડ ગિન્ની સાથે ફરશે સાત ફેરા

રિપોર્ટ છે કે ‘ધ કપિલ શર્મા શો’આ દિવાળી પર ઓન એર કરવામાં આવશે

    સ્ટાર કોમેડિયન કપિલ શર્માના પ્રશંસકો માટે આનંદના સમાચાર છે. કપિલના જીવનમાં ફરીથી ખુશીઓ પાછી ફરી રહી છે. હવે તે ટીવી ઉપર ધમાકેદાર વાપસી કરવા જઈ રહ્યો છે. કપિલે જાહેરાત કરી છે કે તે પોતાના સુપર હિટ ટીવી શો ‘ધ કપિલ શર્મા શો’ની બીજી સિઝન સાથે ટીવી ઉપર પાછો ફરવા તૈયાર છે. કપિલે ટ્વિટ કરીને પ્રશંસકોને આ સમાચાર આપ્યા છે. કપિલે લખ્યું છે કે જલ્દી પાછો આવી રહ્યો છું ‘ધ કપિલ શર્મા શો’લઈને તમારા માટે ફક્ત સોની ટીવી પર.

    રિપોર્ટ છે કે ‘ધ કપિલ શર્મા શો’આ દિવાળી પર ઓન એર કરવામાં આવશે.





    આ સિવાય પણ કપિલના પ્રશસંકો માટે સારા સમાચાર છે. રિપોર્ટ પ્રમાણે કપિલ શર્મા પોતાની ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરથ સાથે લગ્નને લઈને મોટો નિર્ણય લઈ લીધો છો. બોલિવુડ લાઇફમાં આવેલા રિપોર્ટ પ્રમાણે કપિલ અને ગિન્ની આ વર્ષે ડિસેમ્બર મહિનામાં સાત ફેરા લેવાના છે. લગ્નની બધી વિધિ અમૃતસરમાં થશે અને આ પછી કપિલ-ગિન્ની મુંબઈમાં પોતાના મિત્રો માટે એક ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટીનું આયોજન પણ કરશે. કપિલ અને અને ગિન્નીના લગ્નની વિધિ અલગ-અલગ રિવાજમાં ચાર દિવસ સુધી ચાલશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Ginni-chatrath, Kapil Sharma, Kapil sharma show

    આગામી સમાચાર