ન્યૂઝ18 ગુજરાતી: 'ધ કપિલ શર્મા' શો દ્વારા દર્શકોને દિવાના કરનાર કપિલ શર્માના જીવનમાં નવી ખુશી આવવાની છે. પોતાના કોમિક અંદાજથી દર્શકોને હસાવનાર કપિલ શર્માના ચાહકોની કોઇ કમી નથી. તેના ફેન્સ લિસ્ટમાં બોલિવૂડ સ્ટાર્સ પણ સામેલ છે. ગાયિકા લતા મંગેશકર ઘણીવાર કપિલ અને તેના શોના વખાણ કરતાં ટ્વિટ કરી ચૂક્યાં છે. ત્યાં જ, દીપિકા પાદુકોણ સહિતના બોલિવૂડ સ્ટાર્સ કપિલ શર્માના મીડિયા ઇવેન્ટ્સમાં વખાણ કરતાં નજરે પડે છે. હાલમાં કપિલને તેના હુનર માટે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સે દ્વારા પોપ્યુલર કોમેડિયન તરીકે પસંદ કરાયો. પરંતુ આ વખતે કપિલ શર્માની ખુશી આ બધી વસ્તુઓથી ઘણી વધારે છે.
કપિલ શર્મા સાથે જોડાયેલા સૂત્રોનું માનીએ તો, આજકાલ કપિલ શર્મા બહુ ખુશ છે. તેનું કારણ કપિલના શો 'ધ કપિલ શર્મા શો'ની ટીઆરપી નથી. પરંતુ તેની પાછળનું કારણ તેના અંગત જીવન સાથે જોડાયેલું છે.
કપિલ શર્મા સાથે જોડાયેલા નિકટના સૂત્રોનું માનીએ તો, કપિલની પત્ની ગિન્ની પ્રેગ્નન્ટ છે અને કપિલ શર્મા પિતા બનવાની તૈયારીમાં છે. આજકાલ કપિલ શર્માની માતા પણ મુંબઇમાં છે અને આવનાર મહેમાનના સ્વાગત માટે તૈયારીઓ ચાલી રહી છે.
જોકે, અત્યાર સુધી આ મામલે કપિલ શર્મા અને તેની ટીમે કોઇ ઓફિશિયલ જાહેરાત કરી નથી, પરંતુ કપિલ અને તેનો પરિવાર આ ગુડ ન્યૂઝને લઇને બહુ ખુશ છે.
ઉલ્લેખનીય છે કે, કપિલ શર્માએ તેની બાળપણની મિત્ર ગિન્ની ચતરથ સાથે ડિસેમ્બર 2018માં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં ટીવીના જાણીતા કલાકારોની સાથે-સાથે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પણ સામેલ થયા હતા.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર