બોલિવૂડ ડેસ્ક: કપિલ શર્મા શો હાલમાં કોઇને કોઇ કારણોસર ચર્ચામાં છે. તેનો શો દર્શકો પસંદ કરી રહ્યાં છે છતાં તેની TRP દિવસે દિવસે ઘટી રહી છે. ત્યારે હવે કપિલનાં ચાહકો માટે સારા સમાચાર છે.
કપિલનાં શોની ટીઆરપી ફરી એક વખત વધી ગઇ છે. એટલે કે કપિલનો શો ટોપ-5માં શામેલ થઇ ગઇ છે. હાલમાં જ બ્રોડકાસ્ટ રિસર્ચ ઓડિયન્સ કાઉન્સિલે વર્ષ 2019નાં 12માં અઠવાડિયા (16 માર્ચથી 22 માર્ચ)ની રેટિગ્સ જાહેર કરવામાં આવી છે જેમાં કપિલનો શો 2.4 રેટિગ્સ મેળવીને ચોથા નંબર પર આવી ગયો છે.
આપને જણાવી દઇએ કે કપિલ શર્માનો શો છેલ્લા અઠવાડિયે તે સાતમાં સ્થાન પર હતો જ્યાંથી કુદકો મારીને તે ચોથા નંબર પર આવી ગયો છે.
કપિલ શર્માનો શોમાંથી જ્યારથી નવજોત સિંહ સિદ્ધુને બહાર કરવામાં આવ્યો છે ત્યારથી શોની ટીઆરપીમાં ઘટાડો થયો છે. હે ધીરે ધીરે કપિલનો શો TRPમાં સારી જગ્યા બનાવી લેશે તેવી આશા છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર