Home /News /entertainment /Kapil Sharma New Photo: કપિલ શર્માએ બન્યો 'ગુલાબી', કહ્યું, ‘ખરો મર્દ જ પિંક પહેરે!’
Kapil Sharma New Photo: કપિલ શર્માએ બન્યો 'ગુલાબી', કહ્યું, ‘ખરો મર્દ જ પિંક પહેરે!’
કપિલ શર્માનો લુક જોઈ તમે કહેશો કે આ શું...
Kapil Sharma New Photo: ફેમસ કોમેડિયન કપિલ શર્મા પોતાના લોકપ્રિય શો ‘ધ કપિલ શર્મા શો’ની એક નવી સિઝનની સાથે આવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ પહેલા તેણે પોતાનો નવો લુક ફ્લોન્ટ કરતા પોતાની એક તસવીર શેર કરી હતી. શુક્રવારે તેણે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક નવો ફોટો શેર કર્યો
ફેમસ કોમેડિયન કપિલ શર્મા પોતાના લોકપ્રિય શો ‘ધ કપિલ શર્મા શો’ની એક નવી સિઝનની સાથે આવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ પહેલા તેણે પોતાનો નવો લુક ફ્લોન્ટ કરતા પોતાની એક તસવીર શેર કરી હતી. શુક્રવારે તેણે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક નવો ફોટો શેર કર્યો, જેમાં તે પિંક કલરના આઉટફિટમાં જોવા મળ્યો હતો. આ ફોટો શેર કરતા કોમેડિયને સાઉથની એક્ટ્રેસ તમન્ના ભાટિયા સાથે ગુલાબી રંગને લઈને એક રસપ્રદ સવાલ કર્યો છે. કપિલની આ પોસ્ટ તેના ફેન્સને ઘણી પસંદ આવી રહી છે.
આ ફોટોના કેપ્શનમાં કપિલ શર્માએ એક્ટ્રેસ તમન્ના ભાટિયાને ટેગ કરતાં લખ્યું, 'મેં હમણાં જ ગૂગલ કર્યું છે, તમન્ના ભાટિયા. શું છોકરાઓ પિંક કલર પહેરી શકે? હા, તમે બરાબર વાંચ્યું છે. અસલી મર્દ પિંક આઉટફિટ પહેરે છે. પિંક કલર છોકરાઓનો શાનદાર કલર છે. પિંક કલર ઇતિહાસમાં મહિલાઓ સાથે સંકળાયેલો રંગ નહોતો. 18મી સદીમાં પુરુષો પિંક કલરના સિલ્ક સૂટ પહેરવા માટે જાણીતા હતા, જેમાં ફ્લોરલ ડિઝાઇન હતી. પુરુષો પિંક કલરના આઉટફિટ પહેરે છે તો તેની મર્દાનગી જતી નથી રહેતી,.'
કપિલના અનુસાર, આ ફોટો નવો નથી પણ 28 માર્ચ 2021નો છે જે તેણે હવે શેર કર્યો છે. કપિલે પોસ્ટ કરતા જ આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફેન્સને તેની આ પોસ્ટ ઘણી પસંદ આવી રહી છે. હાલમાં જ 'ધ કપિલ શર્મા'ની નવી સીઝનનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો હતો. આ શોમાં ટીવી એક્ટ્રેસ સૃષ્ટિ રોડેએ ધમાકેદાર એન્ટ્રી લીધી છે. નવાઈની વાત એ છે કે પ્રોમોમાં સપના એટલે કે કૃષ્ણા અભિષેક જોવા મળ્યો નથી. 'ધ કપિલ શર્મા'નો લેટેસ્ટ પ્રોમો સો.મીડિયામાં વાઇરલ થયો છે. આ શો 10 સપ્ટેમ્બરથી શરૂ થશે.
શોમાં ટીવી એક્ટ્રેસ સૃષ્ટિ રોડેની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. અર્ચના પૂરન સિંહ પણ પ્રોમોમાં જોવા મળી હતી. આ ઉપરાંત કિકુ શારદા, ગૌરવ દુબે, ઈશ્તિયાક ખાન, શ્રીકાંત મસ્કી, સિદ્ધાર્થ સાગર પણ જોવા મળ્યા હતા, જોકે પ્રોમોમાં કૃષ્ણા અભિષેક જોવા મળ્યો નહોતો.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર