Home /News /entertainment /

કપિલ શર્માનું કેનેડામાં 'ટૂ મચ ઇંગ્લિશ', વીડિયો ખડખડાટ હસાવશે

કપિલ શર્માનું કેનેડામાં 'ટૂ મચ ઇંગ્લિશ', વીડિયો ખડખડાટ હસાવશે

કપિલ શર્મા તે અંગ્રેજીમાં કેનેડાની સ્થિતિ સંભળાવે છે

Kapil Sharm: કપિલે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે તૂટી-ફૂટી અંગ્રેજી સાથે વીડિયોની શરૂઆત કરે છે, પરંતુ પછી તે પંજાબી ભાષામાં વાત કરે છે.

    મુંબઇ: કોમેડી કિંગ કપિલ શર્મા (Kapil Sharma) લોકોના ચહેરા પર હાસ્ય પાથરવા માટે જાણીતો છે, પરંતુ તેના અંગ્રેજી વિશે લગભગ તમામ લોકો વાકેફ છે. કપિલ શર્મા પોતે આ વાત તેના શોમાં સ્વીકારી ચૂક્યો છે. આજકાલ કપિલ તેની ટીમ સાથે કેનેડાની ટૂર પર છે અને કામની સાથે તે ત્યાં ખૂબ મસ્તી પણ કરી રહ્યો છે. હાલમાં જ તેણે એક વીડિયો શેર કર્યો છે, જેમાં કપિલ કેનેડામાં પડી રહેલા વરસાદની સ્થિતિ પોતાની 'ટૂ મચ ઇંગ્લિશ' સાથે સંભળાવે છે.

    'ધ કપિલ શર્મા શો' (The Kapil Sharma Show)માંથી કપિલ શર્મા(Kapil Sharma)એ બ્રેક લીધો છે, પરંતુ તે લોકોને હસાવવાનું ભૂલતો નથી. સોશિયલ મીડિયા પર એક્ટિવ કપિલે હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે અંગ્રેજીમાં કેનેડાની સ્થિતિ સંભળાવે છે. વીડિયો જોઇને ફેન્સ પોતાની હસી રોકી શકતા નથી. કપિલે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે તૂટી-ફૂટી અંગ્રેજી સાથે વીડિયોની શરૂઆત કરે છે, પરંતુ પછી તે પંજાબી ભાષામાં વાત કરે છે.








    View this post on Instagram






    A post shared by Kapil Sharma (@kapilsharma)





    વીડિયોમાં કપિલ જણાવે છે કે, આજે કેનેડામાં છીએ અને અમે વિચાર્યું કે ઓપન જીપમાં બહાર જવું જોઇએ. અહીં આજે વરસાદ થઇ રહ્યો છે. વીડિયો ઉતારનાર વ્યક્તિ કહે છે કે, જીપને ખુલી છોડીને તે બાથરૂમ જતો રહ્યો છે. ત્યારે કપિલ કહે છે કે, બ્રો ઓપિન જી ખુલી હોન્દી હૈ, તેનૂ અંગ્રેજી ની આંદી બ્રો.

    આ પણ વાંચો: Mika Di Vohti: સ્વંયવરમાં યુવતી સાથે ભરપુર રોમેન્સ કરી રહ્યો છે મીકા સિંહ, ડેટ પર ભુલ્યો ભાન

    કપિલનો આ વીડિયો તમને ચોક્કસ હસાવશે. કપિલનો વીડિયો જોતાં તેના મિત્રોની સાથે ફેન્સ પણ રિકેક્ટ કરી રહ્યા છે. ભારતી સિંહે સ્માઇલી ઇમોજી શેર કરી છે. જ્યારે બિંદુ દારા સિંહે લખ્યું કે, આજે કેનેડાનો મોસમ પણ હસી રહ્યો હશે. એક ફેન્સે લખ્યું કે, તમે અંગ્રેજીને પસંદ નથી કરી પરંતુ અંગ્રેજીએ તમને પસંદ કર્યા છે. બીજા એક યુઝરે લખ્યું કે, તમે ત્યાં કઇ યુવતીને ઇમ્પ્રેસ કરવા અંગ્રેજી બોલી રહ્યા છો.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Bollywood Gossip, Funny, Kapil Sharma

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन