કપિલ શર્માએ ફેન્સ સાથે શેર કર્યા GOOD NEWS, કરી નવી સફરની જાહેરાત
કપિલ શર્માએ ફેન્સ સાથે શેર કર્યા GOOD NEWS, કરી નવી સફરની જાહેરાત
કપિલ શર્મા ઓટીટી પ્લેટફોર્મ પર નવો કાર્યક્રમ કરશે
ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. હવે ચાહકોની રાહનો અંત આવતા કપિલે તેની નવી સફરની જાહેરાત કરી છે. કપિલ શર્મા હવે OTT પર ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. કપિલ તેની પ્રથમ સ્ટેન્ડઅપ કોમેડી લઈને આવી રહ્યો છે, જે 28 જાન્યુઆરીથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવા જઈ રહી
કપિલ શર્મા (Kapil Sharma) ફેન્સ માટે નવા વર્ષ પર એક સારા સમાચાર લઈને આવ્યા છે. ગયા વર્ષે કપિલ કંઈક નવું કરવાનો હતો. જેની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. હવે ચાહકોની રાહનો અંત આવતા કપિલે તેની નવી સફરની જાહેરાત કરી છે. કપિલ શર્મા હવે OTT પર ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. કપિલ તેની પ્રથમ સ્ટેન્ડઅપ કોમેડી લઈને આવી રહ્યો છે, જે 28 જાન્યુઆરીથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવા જઈ રહી છે.
ફુલ ઓન મસ્તી સાથે OTT માટે તૈયાર કપિલ શર્મા
કપિલ શર્માએ થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે આ સારા સમાચાર શેર કર્યા છે. તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે OTT પર તેની પહેલી સ્ટેન્ડઅપ કોમેડી વિશે માહિતી આપતો અને ફુલ ઓન મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. કપિલે જે વીડિયો શેર કર્યો છે તેના વિશે વાત કરતા કોમેડિયન આ કહી રહ્યો છે - હેલો, હું કપિલ શર્મા છું અને હું અમૃતસરનો રહેવાસી છું. હું મારા અંગ્રેજીથી કંટાળી ગયો છું. આભાર…
'જો તમે પંજાબના છો તો હસવું અને મજાક કરવું સારૂ લાગતુ હશે'
આગળ કપિલ કહે છે કે, મેં આ શોમાં પણ કહ્યું છે. હું 25 વર્ષથી આ ઈન્ડસ્ટ્રીમાં છું અને 15 વર્ષથી ટીવી પર કામ કરું છું. વીડિયોમાં કપિલ કહેતો જોવા મળી રહ્યો છે કે, શું આ કેમેરા સારો નથી. શું તમે પણ ફોનથી શૂટિંગ કરી રહ્યા છો? મેં ક્યારેય કોમેડીને ગંભીરતાથી લીધી નથી કારણ કે અમે હંમેશા મજાક કરતા હતા. આ અમારા સ્વભાવમાં છે, આપણે પંજાબના છીએ, તેથી હસવું અને મજાક કરવી ગમે છે. ક્યારેય વિચાર્યું ન હતુ કે આ વસ્તુથી પણ પૈસા મળે છે.
તેણે વધુમાં કહ્યું કે, એક કલાકારને હંમેશા અંદરથી અવાજ આવે છે કે, હું હજી પૂરો નથી થયો અને મારે બીજું કંઈક કરવું છે, પણ તે ક્યાં કરે. તેથી નેટફ્લિક્સે મને ખૂબ આકર્ષિત કર્યું. શરૂ થતાંની સાથે જ જે અવાજ આવે છે તે મને ખૂબ રમુજી લાગે છે. આ એક પ્લેટફોર્મ છે જે લગભગ 190 દેશોમાં જોવા મળે છે. બધાએ કહ્યું કે, અમે તમારી વાર્તા સાંભળવા ખૂબ જ ઉત્સાહિત છીએ. મેં કહ્યું ખરેખર. તમે કહી શકો કે તેમાં મારી વાર્તા છે, પણ મારી શૈલીમાં. મેં આમાં એક ગીત પણ ગાયું છે, પરંતુ ગીત પણ સાવ અલગ છે. સૌથી મહત્વની બાબત એ છે કે, તે અંગ્રેજીમાં છે. આમાં ઘણી એવી વસ્તુઓ છે જે પહેલા ક્યારેય બની નથી
કપિલે કહ્યું- '28 જાન્યુઆરીએ મળીશું'
વીડિયો શેર કરતી વખતે, કપિલે કેપ્શનમાં લખ્યું- ‘Kapil Sharma: I am not done yet’ સાથે 28 જાન્યુઆરીએ તમારી નેટફ્લિક્સ સ્ક્રીન પર મળીશું.
સોશિયલ મીડિયા પર આ પોસ્ટ બાદ હવે ફેન્સ 28 જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે. ચાહકો તેને તેના OTT ડેબ્યૂ માટે અભિનંદન આપી રહ્યા છે. તોકેટલાક લોકો ચિંતિત પણ છે અને તેઓ પૂછી રહ્યા છે કે, હવે 'ધ કપિલ શર્મા શો'નું શું થશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર