મુંબઈઃ કપિલ શર્મા હાલ કોમેડિ નહીં પરંતુ પોતાની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'ઝ્વિગાટો'ને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન કોમેડિયન કરીના કપીરના ટૉક શો 'What Women want'નો ભાગ બનવા માટે પહોંચ્યો હતો. અહીં તેણે પોતાના કરિયરથી લઈને કોમેડીની દુનિયામાં થયેલા બદલાવો વિશે ખુલીને વાત કરી. આ દરમિયાન, કોમેડિયને કંઈક એવું પણ જણાવ્યુ જેને જાણીને તમે પણ ચોંકી જશો.
શું છે સમગ્ર મામલો?
હકીકતમાં, ટૉક શો દરમિયાન કરીનાએ કપિલ શર્માને ઘણાં પ્રકારના સવાલ કર્યા. તેમાંથી જ એક સવાલ કરતાં એક્ટ્રેસે પુછ્યુ, 'એક સમાજના રીતે આપણે હંમેશા આગળ વધી રહ્યા છે, લોકોની સોચમાં બદલાવ આવી રહ્યો છે. આજથી 10 વર્ષ પહેલા જે વસ્તુઓ ખૂબ જ ફની દેખાતી હતી. આજે લોકો તેનો વિરોધ કરે છે. એવામાં જ્યારે તમે પોતાની ટીમ સાથે શોની સ્ક્રિપ્ટ લખે છે તો શું તમે તેને લઈને ખૂબ જ સાવચેતી રાખો છો? શું તમારા મનમાં પણ ક્યારેય આવ્યુ છે કે આપણે આ પ્રકારે વાત ના કરવી જોઈએ અથવા આ પ્રકારે લોકોનો મજાક ના કરવો જોઈએ?'
કરીનાના સવાલનો જવાબ આપતા કોમેડિયને કહ્યુ, 'ઈમાનદારીથી કહુ તો એવું ઘણીવાર થયું છે. હું પંજાબથી છુ અને ત્યાં આ વસ્તુ ખૂબ જ થાય છે... દુલ્હા પક્ષ એ દુલ્હન પક્ષનો મજાક બનાવે છે. ત્યાંના લોકો તેમને ઘણા અલગ-અલગ નામોથી બોલાવે છે. આ બધી વસ્તુઓ આપણા કલ્ચરનો ભાગ રહ્યો હતો પરંતુ આજે લોકો તેને બોડી શેમિંગ કહે છે.'
આ સવાલનો જવાબ આપતા કોમેડિયને આગળ જણાવ્યુ કે, 'એક જનરલ એન્ટરટેઇનમેન્ટ ચેનલનો ભાગ થવાથી તમારે ઘણા શબ્દો પર SNPs (Standards and Practices) આપવામાં આવે છે. તેમાંથી અમુક શબ્દ તો એવા છે જે આપણે વિચારી પણ ના શકીએ.'
કપિલ શર્માએ ખુલાસો કરતા કહ્યુ કે, "મારી ચેનલે મને 'પાગલ' શબ્દ કહેવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેમનું કહેવું છે કે હું આ શબ્દનો ઉપયોગ નહીં કરી શકું. વળી, મેં જ્યારે તેની પાછળનું કારણ પુછ્યુ તો તેનો જવાબ હતો કે તેનાથી લોકો ઓફેન્ડ થઈ જાય છે."
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર