Home /News /entertainment /

વાર્ષિક કરોડોનો ટેક્સ ભરે છે કપિલ શર્મા, અમાઉન્ટ જાણી આપ પણ દંગ રહી જશો

વાર્ષિક કરોડોનો ટેક્સ ભરે છે કપિલ શર્મા, અમાઉન્ટ જાણી આપ પણ દંગ રહી જશો

કપિલ શર્મા, કોમેડી કિંગ

કરોડો દિલો પર રાજ કરનારા કપિલ શર્માએ એક વર્ષમાં 15 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો છે. કપિલે પોતે આ વાતનો ખુલાસો કર્યો હતો કે તે કરોડોમાં ટેક્સ ભરે છે.

  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કપિલ શર્મા કોમેડીની દુનિયાનો બાદશાહ છે. તેનો શો કોમેડી નાઇટ્સ વિથ કપિલ લોકોને ખુબ પસંદ કરે છે. શોમાં કપિલ ખુબ કમાણી કરે છે. કપિલની કમાણી જેટલી વધુ છે તે ટેક્સ પણ તે પ્રમાણેનો ભરે છે.

  આપને જણાવી દઇએ કે, કરોડો દિલો પર રાજ કરનારા કપિલ શર્માએ એક વર્ષમાં 15 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો છે. કપિલે પોતે આ વાતનો ખુલાસો કર્યો હતો કે તે કરોડોમાં ટેક્સ ભરે છે.

  આ વાતનો ઉલ્લેખ કપિલે બે વખત કર્યો છે. પહેલી વખત ત્યારે જ્યારે તેણે ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, તેણે તેનાં ઓફિસ માટે BMCને 5 લાખ રૂપિયા લાંચ આપવી પડશે. જ્યારે તે વાર્ષિક 15 કરોડનો ટેક્સ ભરે છે.

  બીજી વખત કપિલે આ વાતનો ખુલાસો ત્યારે કર્યો હતો જ્યારે તેનાં શોમાં ગેસ્ટ તરીકે ઐશ્વર્યા રાય પહોંચી હતી. જોકે, આ એપિસોડ ત્યારનો છે જ્યારે નવજોત સિંહ સિદ્ધુ પણ આ શોનો ભાગ હોતો હતો. ઐશ્વર્યાનું સ્વાગત કરતાં નવજોત સિંહે કપિલ શર્માની મજાક ઉડાવતા કહ્યું હતું કે, 'તેની દરેક વાતમાં વિરોધાભાસ હોય છે. 12 કરોડનો ટેક્સ ભરે છે તો પણ પોતાને ગરીબ ગણાવે છે.'

  આ પણ વાંચો- અનુષાએ કરણ કુંદ્રા સાથેના બ્રેકઅપ અંગે કર્યા ચોકાવનારો ખુલાસો

  ત્યારે કપિલે તેનાં પર રિએક્શન આપતાં કહ્યું કે, 'ટેક્સ આપવો જોઇએ. દેશનાં વિકાસ માટે તે જરૂરી છે. આપે ત્રણ ઓછા ગણાવ્યાં. મે 15 કરોડ આપ્યો હતો.' કપિલનાં આ ખુલાસા બાદ ચારેય તરફ તેની કમાણીની ચર્ચાઓ થતી રહેશે.

  જાહેર છે કે, તેમનાં ટેલેન્ટનાં દમ પર ઓળખ હાંસેલ કરનારા કપિલ શર્મા જ્યારે ટેક્સ આટલો ભરે છે તો તેની ફી પણ તગડી હશે. આપને જણાવી દઇએ કે, કપિલ શર્મા વીકેન્ડનાં એક એપિસોડ માટે 1 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Kapil Sharma, ભારત સરકાર

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन