Home /News /entertainment /Kapil Sharma: ઇન્ડિયન આઇડલનાં ઓડિશનમાં રિજેક્ટ થઇ ચુક્યો છે કપિલ, બોલ્યો- મને હતું કે...
Kapil Sharma: ઇન્ડિયન આઇડલનાં ઓડિશનમાં રિજેક્ટ થઇ ચુક્યો છે કપિલ, બોલ્યો- મને હતું કે...
ઇન્ડિયન આઇડલ માટે ઓડિશન આપી ચુક્યો છે કપિલ શર્મા
કપિલ શર્માએ (Kapil Sharma) એક વખત ઈન્ડિયન આઈડલ (Indian Idol) માટે ઓડિશન આપ્યું હતું, ત્યારે તે રિજેક્ટ થઇ ગયો હતો. પોતાની ઇન્ડિયન આઇડોલની જર્નીને યાદ કરતાં કપિલ શર્માએ કહ્યું હતું કે "મને લાગ્યું કે હું સીધો જ ઓડિશન રાઉન્ડ ક્લિઅર કરી લઇશ ...."
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કપિલ શર્મા (Kapil Sharma)'ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ' શો જીત્યો ત્યારથી જ તે ટીવીની (Sony TV)દુનિયામાં છવાઇ ગયો હતો. કપિલ શર્માએ શોની સાથે સાથે દર્શકોનાં દિલ જીતી લીધા અનેતેમનાં દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી. સૌ કોઇ જાણે છે કે, કપિલ કોમેડીમાં જેટલો માહેર છે તેટલો જ તે ગાવામાં પણ ઉસતાદ છે. અને તેને ગીતો ગાવાનો એટલો શોખ પણ છે. પણ, શું તમે જાણો છો કે તેણે સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ (Indian Idol) માટે ઓડિશન પણ આપ્યું છે? જી હા, આ વાત સાચી છે, અને શોમાં રિજેક્ટ પણ થયો છે.
જ્યારે આજે સમય એવો છે કે તે સોની ટીવી ચેનલ પર પોતાનાં નામનો શો ધરાવે છે. જ ચેનલનાં એક સિંગિંગ શોએ તેને રિજેક્ટ કરી દીધો હતો. કપિલ શર્માએ એક વખત તેનું નસીબ અજમાવવાં ઇન્ડિયન આઇડલનાં ઓડિશન પર પહોંચી ગયો હતો. દુર્ભાગ્યે, તે રાઉન્ડ સુધી પણ પહોંચ્યો નહીં જ્યાં તેણે જજીસની સામે પરફોર્મન્સ આપવાનું હોય છે.
ફર્સ્ટપોસ્ટ રિપોર્ટમાં, કપિલ શર્માએ આ વિશે ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, ''મેં ઇન્ડિયન આઇડોલ માટે પણ ઓડિશન આપ્યું હતું. મેં વિચાર્યું કે મારે જતાંની સાથે જ જજીસની સામે ગાવાનું હશે, પણ તે સ્ટેજ બહુ પાછળથી આવે છે. શરૂઆતમાં, તમારે કેટલાક અજાણ્યા લોકોની સામે પ્રદર્શન કરવું પડે છે. તેઓ જો આપને પસંદ કરે તો તમે આગળ જજીસ સામે પરફોર્મ કરી શકો છો. હું તો તે સ્ટેજ સુધી પહોંચી જ નહોતો શક્યો. મને લાગે છે ત્યાં સુધી પહોંચવું ખૂબ મુશ્કેલ કાર્ય છે.''
એક સમયે ભલે રિયાલિટી શો દ્વારા કપિલ શર્મા રિજેક્ટ થઇ ગયો હોય. પણ આજે સમય એવો છે કે, તે ટીવીની દુનિયાનાં સૌથી સફળ શોમાંથી એક એવાં 'ધ કપિલ શર્મા શો'નો માલિક છે. અને તેનાં હસાંવવાનાં ટેલેન્ટને કારણે તે કરોડો દીલોમાં જગ્યા ધરાવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર