અમૃતા રાવને જોઇ પત્નીને ભૂલ્યો કપિલ શર્મા, લગ્ન અંગે કહ્યું કંઇક આવું

News18 Gujarati
Updated: January 22, 2019, 7:32 AM IST
અમૃતા રાવને જોઇ પત્નીને ભૂલ્યો કપિલ શર્મા, લગ્ન અંગે કહ્યું કંઇક આવું
કોમેડિયન કપિલ શર્માએ તેની લોંગ ટાઇમ ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરથ સાથે લગ્ન કર્યા છે

કપિલ શર્મા શોમાં રવિવારના એપિસોડમાં ફિલ્મ 'ઠાકરે'ની સ્ટારકાસ્ટ જોવા મળી હતી

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: લગ્ન પછી કપિલ શર્માએ The Kapil Sharma Show દ્વારા ટીવી પર બીજી પારીની શરૂઆત કરી છે. કપિલે 12 ડિસેમ્બરે ગિન્ની ચતરથ સાથે લગ્ન કર્યા હતા. રસપ્રદ વાત એ છે કે, શોમાં ફીમેલ ઓડિયન્સ અને ગેસ્ટ સાથે મજાકમાં વારંવાર કપિલ શર્મા તેના લગ્નની વાત કરતો હોય છે. હાલમાં જ ટેલિકાસ્ટ થયેલા એક એપિસોડમાં કપિલે તેના લગ્નને પીઆર સ્ટંટ ગણાવ્યા હતા.

કપિલ શર્મા શોમાં રવિવારના એપિસોડમાં ફિલ્મ 'ઠાકરે'ની સ્ટારકાસ્ટ જોવા મળી હતી. અમૃતા રાવ, નવાઝુદ્દીન સિદ્દીકીએ કપિલ શર્મા ખૂબ મસ્તી પણ કરી હતી. આ દરમિયાન કપિલે તેના અંદાજમાં અમૃતા સાથે ફ્લર્ટ પણ કર્યું હતું. જ્યારે અમૃતાએ કપિલને કહ્યું કે, તું કપલ શર્મા બની ગયો છે, આ કામ છોડી દે. જેનો જવાબ મજાકીયા અંદાજમાં આપતાં કપિલે કહ્યું કે, અરે અમૃતા આ તો પીઆર સ્ટંટ હતો. હું તો એક ફિલ્મના રોલની તૈયારી કરી રહ્યો હતો. બસ એ તસવીરો સામે આવી છે.

આ પણ વાંચો: કપિલ શર્માને ભારે પડ્યું ફ્લર્ટીંગ, સલમાન ખાનને કરાઇ ફરિયાદ

કપિલે કહ્યું મારી છોડ, સાંભળ્યું છે કે તારા લગ્ન પણ કોઇ અનમોલ સાથે થયા છે. જેના જવાબમાં અમૃતાએ કહ્યું કે, હા, સાચું સાંભળ્યું છે. કહે શું કહેવું છે. જે બાદ કપિલે કહ્યું કે, જે થયું તે ખોટું થયું છે, આ જ કહી શકું છું.

ઉલ્લેખનીય છે કે, કપિલ શર્માના ચેટ શોમાં નવાઝુદ્દીન તેના સંઘર્ષના દિવસોના કિસ્સા શેર કરે છે. તેણે જણાવ્યું કે, પૈસા કમાવવા માટે મેં ઘાણા પણ વેચ્યા છે. નાના-નાના રોલ કર્યા. સી ગ્રેડ ફિલ્મમાં પણ કામ કર્યું છે.
First published: January 21, 2019, 7:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading