મુંબઇ: કોમેડી કિંગ કપિલ શર્મા લાંબા સમય બાદ સ્મોલ સ્ક્રિન પર પરત ફરી એન્ટ્રી કરવા જઇ રહ્યો છે. ટીવી પર તેનાં નવાં કોમેડી શો દ્વારા પરત ફરવા જઇ રહ્યો છે. કપિલ સોની ટીવી પર નવો શો 'ફેમિલી ટાઇમ વિથ કપિલ
શર્મા' લઇને આવે છે. કપિલ ફરી એક વખત સોની ટીવી પર દર્શકોને તેની કોમેડીથી હસાવતો નજર આવશે. કપિલ હવે એકદમ રેડી છે તેનાં ચાહકોનું મનોરંજન કરવા માટે.
25 માર્ચે થશે કપિલ શર્માનો શો ઓન-એર
કપિલનાં શોનો પહેલો પ્રોમો થોડા દિવસ પહેલાં જ સામે આવ્યો જેમાં તે તેનાં ખરાબ દિવસોની જ મજાક ઉડાવતો નજર આવે છે. કપિલનાં શોનો નવો પ્રોમો રિલીઝ થયો હતો. આ શો 25 માર્ચથી ટેલીકાસ્ટ થશે. ડાન્સ રિયાલિટી શો સુપર ડાન્સર-2ને રિપ્લેસ કરશે કપિલનો શો. સુપર ડાન્સર-2નો ફિનાલે 24 માર્ચનાં રોજ ટેલિકાસ્ટ કરવામાં આવશે. શોનાં પ્રોમોમાં કપિલ પોતાની જ મજાક ઉડાવતો નજર આવે છે.
Laut kar aaraha hai Kapil Sharma Sony Entertainment Television par, kuch alag lekar. Iss baar hasi ke alaava kuch aur bhi hai jo jayega dekar. Kya, kab aur kaise? Jaanne ke liye dekhte rahiye @SonyTV@KapilSharmaK9pic.twitter.com/F0I9w6BGnE