મુંબઈ : કોમેડિયન-અભિનેતા કપિલ શર્મા (Kapil Sharma) નેટફ્લિક્સ (Netflix) પર લોકોને ફરી હસાવવા માટે તૈયાર છે. કપિલ શર્માનું સ્ટેન્ડ-અપ સ્પેશિયલ પર I’m Not Done Yet થોડા જ દિવસોમાં આવવા જઇ રહ્યું છે. આ કોમેડી સ્પેશિયલની એક ક્લિપ સામે આવી છે. આ વીડિયોમાં કપિલ શર્માએ પત્ની ગિન્ની ચતરથને (Ginni Chatrath)પ્રપોઝ કઇ રીત કર્યુ હતુ તેના વિશે વાત કરી રહ્યો છે.
કપિલ શર્માએ ગિન્નીને કઇ રીતે કર્યુ પ્રપોઝ
શેર કરવામાં આવેલા નવા પ્રોમોમાં, કપિલે ગિન્નીને ફોન પર લગ્નનો પ્રસ્તાવ મૂકવાની હિંમત આપવા બદલ આલ્કોહોલની બ્રાન્ડનો આભાર માન્યો હતો. કપિલ શર્મા ગિન્ની વિશે કહે છે કે, તેણે ગિન્નીને પૂછવાની હિંમત કરીને પુછ્યુ કે, શું દારૂ પીધા પછી પણ તું મને પ્રેમ કરે છે?
કપિલ શર્મા કહે છે કે, ગિન્ની બધા જ એકટ્રેસમાંથી મારી ફેવરેટ હતી, હું તેને ઘણું કામ સોંપતો હતો. ગિન્નની મને ફોન કરીને નાની નાની વાત મને શેર કરતી અને આજે રિહર્સલ કેમ રહ્યું તેના વિશે પણ ચર્ચા કરતી.
કપિલ શર્મા કહે છે કે, "હું નશાની હાલતમાં હતો, ત્યારે ગિન્નીએ મને કોલ કર્યો અને રોજની જેમ ચર્ચાઓ કરવા લાગી, કે આજે શું થયુ, શું નહી? રિહર્સલ કેવી રહી? મેં કોલ ઉપાડતાની સાથે જ ગિન્નીને પૂછી લીધુ કે 'શું તું મને પ્રેમ કરે છે?" તે આશ્ચર્યચકિત થઈ ગઈ અને કાંપવા લાગી... ગિન્નીએ કહ્યું, આવું પુછવાની આ માણસમાં હિંમત કેવી રીતે આવી?' કપિલ શર્મા રમુજી રીતે જણાવે છે કે, ભગવાનનો આભાર માનું છુ કે, તે દિવસે મેં તાડી પીધી ન હતી, નહીં તો મારો પ્રશ્ન કંઈક બીજો હોત. મેં કદાચ તેને પૂછ્યું હોત, 'ગિન્ની, તારા પિતાજીને ડ્રાઈવરની જરૂર છે?
કપિલ શર્માએ ગીન્ની એક સવાલ કરીને પુછ્યુ કે, હું ગિન્નીને એક સવાલ કરવા માંગુ છું, આમ તો ગિન્ન મારા શો માં ક્યારેય નથી આવી, પણ ગિન્ની તમે ફાઇનાન્સીયલી સારા છો, સારા ઘરના છો, તો તમે એક સ્કૂટર માલિકને પ્રેમ કેમ કર્યો? જેના જવાબમાં, ગિન્નીએ રમુજી જવાબ આપ્યો, મેં વિચાર્યું કે દરેક લોકો અમીર માણસને પસંદ કરે છે, અમીરને પ્રેમ કરે છે, તો મને થયુ કે, આ ગરીબ વ્યક્તિ માટે થોડુ દાન કરી લવ. ગિન્નીને આ વાત સાંભળતા જ કપિલ શર્માની બોલતી બંધ જ થઇ ગઇ અને દર્શકો હસવા લાગ્યા હતા.
કોમેડિ કિંગ તરીકે જાણીતા કપિલ શર્માના લગ્ન 2018માં ગિન્ની ચતરથ સાથે થયા હતા. હાલ, બંનેના બે બાળકો છે, જેમાંથી એક પુત્રી અનાયરા અને પુત્ર ત્રિસાન છે. કપિલ અને ગિન્નીની જોડી દર્શકોની પસંદની જોડીઓમાંથી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર