મુંબઈ : કપિલ શર્માના (Kapil Sharma)નેટફ્લિક્સ (Netflix) શો આઈ એમ નોટ ડન યેટ (I'm Not Done Yet) નું ટ્રેલર (I'm Not Done Yet Trailer)રિલીઝ કરવામાં આવ્યું છે અને તે આ ટ્રેલર ચોક્કસથી તમને હસી હસીને આંસુ પાડવા પર મજબૂર કરે તેવું છે. કપિલ અને નેટફ્લિક્સ દ્વારા અનુક્રમે યુ ટ્યૂબ અને ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલ વીડિયોમાં કપિલ શર્મા (The Kapil Sharma Show) પોતાના જીવન, પત્ની ગિન્ની ચતરથ (Ginni Chatrath), તેમના બાળકો - તેમના પુત્ર ત્રિશાન અને પુત્રી અનાયરા, તેમજ રાજકારણી અંગે નશામાં કરેલા ટ્વિટ અંગે વાત કરતો જોવા મળે છે. આ શો માં કપિલના એક સવાલ પર ગિન્નીએ કેટલાક એવા જવાબ આપ્યા કે સ્ટેજ પર ઉભેલા કપિલની બોલતી બંધ થઇ ગઈ હતી.
પ્રોમોની શરૂઆત કપિલે તેના હોમટાઉન અમૃતસર વિશે વાત કરીને કરી હતી. તેણે મજાકમાં કહ્યું કે શહેર ત્રણ વસ્તુઓ માટે જાણીતું છે - વાઘા બોર્ડર, ગોલ્ડન ટેમ્પલ અને કુલ્ચે ચોલે વેચનારા.
કપિલે કહ્યું કે, મારા પિતાએ મને ઘર અને મારી બહેનના લગ્ન વિશે વાત કરી હતી. પરંતુ હું જાણતો હતો કે હું કોની સાથે સેટલ થવા માંગુ છું. તે ગિન્ની છે, મારી પત્ની. પછી તેણે ગિન્નીને જોયું જે તેની બાજુમાં ભારતી સિંહ સાથે ભીડમાં બેઠેલી હતી અને પૂછ્યું, "તને સ્કૂટર વાળા સાથે કેમ પ્રેમ થઈ ગયો? જેના જવાબમાં ગિન્નીએ કહ્યું કે, મેં વિચાર્યું કે દરેક વ્યક્તિ અમીર માણસને પસંદ કરે છે. મને આ ગરીબ માટે થોડી ચેરિટી કરવા દો." કપિલ સ્ટેજ પર સ્પીચલેસ ઉભો હતો ત્યારે ભારતી તરત જ ભડકી ગયેલી જોવા મળે છે.
કપિલે તે સમયની પણ ફરી વાત કરી જ્યારે તેણે એક રાજકારણીને ટ્વિટ કરી હતી. તેણે કહ્યું, “તે તમામ વિવાદાસ્પદ ટ્વિટ્સ મારી ન હતી. કેટલીક 'જેક ડેનિયલ્સ' દ્વારા કરવામાં આવી હતી તો કેટલીક 'એબ્સોલ્યુટ' મારી હતી, જો કે, તે છતા પણ કોઈએ 'બ્લેક લેબલ' ન હોવું જોઈએ, મારો મતલબ કે કેટલીક નાની સમસ્યાઓ માટે કલાકારને બ્લેકલિસ્ટ કરવો ન જોઈએ. " isDesktop="true" id="1168526" >
ગિન્ની અને ભારતી ઉપરાંત કપિલ શર્માની મમ્મી પણ ભીડમાં જોવા મળ્યા હતા. ધ કપિલ શર્મા શોના કેટલાક અન્ય પરિચિત ચહેરાઓ પણ ટ્રેલરમાં જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કપિલ શર્માની નેટફ્લિક્સ સ્પેશિયલ આઈ એમ નોટ ડન યેટ 28 જાન્યુઆરીએ પ્લેટફોર્મ પર પ્રસારિત કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર