PM મોદીને મળ્યા કપિલ શર્મા, કહ્યુ, 'તુસ્સી બડે મઝાકિયા હો'

કપિલ શર્માએ ઇન્સ્ટાગ્રામ પર આ તસવીર પોસ્ટ કરી હતી.

મુંબઈમાં નેશનલ મ્યુઝિયમ ઑફ ઇન્ડિયન સિનેમાંનું ઉદ્ઘઘાટન કરવા માટે નરેન્દ્ર મોદી ગયા હતા. આ કાર્યક્રમમાં કૉમેડી કિંગ કપિલ શર્માની તેમની સાથે મુલાકાત થઈ હતી

  • Share this:
    ન્યૂઝ 18 ગુજરાતી: કૉમેડિના કિંગ કપિલ શર્મા નાના પડદે પુનરાગમન કરવા માટે જોરશોરથી મેદાનમાં ઉતરી ચુક્યા છે. તાજેતરમાંજ મુંબઈમાં યોજાયેલા એક સમારોહમાં તેમણે વડા પ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. વડા પ્રધાન સાથે કપિલ શર્માની મુલાકાત ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે.

    કપિલે વડા પ્રધાન સાથે મુલાકાતની તસવીર જાતે જ શેર કરી હતી. તસવીર સાથે કપિલે કેપ્શનમાં વડા પ્રધાનના હ્યુમરના વખાણ કર્યા હતા.




    કપિલે લખ્યું, માનનીય વડા પ્રધાન તમને મળવાનો અનુભવ સુખદ રહ્યો હતો. આ મુલાકાતમાં મને તમને ઓળખવાની તક મળી હતી. દેશના વિકાસ માટે તમારી પાસે અનેક આઇડિયાઝ છે. આ સાથે તમે અમારી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઉત્થાન માટે અલાયદો દૃષ્ટિકોણ રાખો છે. સર આ સાથે હું એ પણ કહેવા માંગીશ કે તમારું સેન્સ ઓફ હ્યુમર ખૂબ જ ઉત્તમ છે.
    Published by:Jay Mishra
    First published: