Home /News /entertainment /

Kapil Sharma love story : કપિલ શર્મા માટે તેની પત્ની ગિન્ની છે સૌથી મોટી તાકાત, જાણો તેમની લવ સ્ટોરી વિશે

Kapil Sharma love story : કપિલ શર્મા માટે તેની પત્ની ગિન્ની છે સૌથી મોટી તાકાત, જાણો તેમની લવ સ્ટોરી વિશે

કપિલ શર્મા લવ સ્ટોરી

Kapil Sharma love story : કપિલ શર્મા (Kapil Sharma) ની લવ સ્ટોરી રસપ્રદ છે. કપિલે તેની ગર્લફ્રેન્ડ પત્ની ગિન્ની ચતરથ (Ginni Chatrath) સાથે લગ્ન કર્યા છે અને આ દંપતીને બે બાળકો અનાયરા અને ત્રિશન છે

Kapil Sharma love story : કપિલ શર્મા (Kapil Sharma) એ એપ્રિલ 2013માં કોમેડી નાઈટ્સ વિથ કપિલ (Comedy Nights with Kapil) દ્વારા પોતાનું નામ બનાવ્યું અને ત્યારથી તેણે પાછું વળીને જોયુ નથી. તેણે વર્ષોથી આપણું મનોરંજન કરવાનું ચાલુ રાખ્યું છે અને તેની ફેન ફોલોવિંગ પણ ખૂબ વધારે છે. 2 એપ્રિલ 1981ના રોજ જન્મેલો કપિલ આજે પોતાનો 41મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. પંજાબના અમૃતસરના વતની કપિલે નાની ઉંમરમાં જ તેના પિતાને ગુમાવ્યા હતા અને તેની માતાએ તેનો ઉછેર કર્યો હતો.

કપિલ તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરથ (Ginni Chatrath) સાથે લગ્ન કર્યા છે અને આ દંપતીને બે બાળકો અનાયરા અને ત્રિશન છે. બી-ટાઉનના સૌથી ચર્ચિત કપલમાંથી એક કપિલ અને ગિન્ની ઘણીવાર સોશિયલ મીડિયા પર એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા જોવા મળે છે. કપિલને ક્યારેક તેના બેટર હાફની મજાક કરાતો પણ જોઈ શકાય છે.

બહુ ઓછા લોકો જાણે છે કે, કપિલ અને ગિન્નીએ 12 ડિસેમ્બર, 2018ના રોજ લગ્ન કર્યા તે પહેલા 13 લાંબા વર્ષો સુધી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. જો કે, તેમની લવ સ્ટોરી ખૂબ સ્ટ્રગલિંગ રહી છે. જ્યારે કપિલની માતા પહેલીવાર ગિન્નીના ઘરે તેના પુત્ર માટે લગ્ન માટે હાથ માંગવા ગઈ ત્યારે ગિન્નીના પિતાએ ના પાડી હતી. તે પછી કપિલે ગિન્ની સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા અને તેની સાથે લગ્ન કરવાની કોઈપણ આશા છોડી દીધી હતી.

તેમની પ્રથમ મુલાકાત વિશે વાત કરતાં, કપિલે એકવાર એક ઇન્ટરવ્યુમાં કહ્યું, “મેં HMV કોલેજ જલંધરમાંથી અભ્યાસ કર્યો છે. હું સ્કોલરશીપ હોલ્ડર હતો અને થિયેટરમાં નેશનલ વિનર હતો. 2005માં જ્યારે હું આઈપીજે કોલેજમાં ભણતો હતો ત્યારે હું પોકેટ મની માટે નાટકો ડિરેક્ટ કરતો હતો. હું ગિન્નીની કૉલેજમાં ઑડિશન લેવા ગયો હતો. ગિન્ની પણ ઓડિશનમાં આવી હતી અને અહીં અમે પહેલીવાર મળ્યા હતા. તે સમયે ગિન્ની 19 વર્ષની અને કપિલ 24 વર્ષનો હતો.

કપિલે કહ્યું છે કે, જ્યારે ગિન્નીએ તેને પહેલીવાર પસંદ કર્યો ત્યારે તેનો જવાબ હતો "તમે જે કારમાં મુસાફરી કરો છો તેની કિંમત મારા આખા પરિવારની આવક કરતાં વધુ છે અને તેથી અમે સાથે ભવિષ્ય ન વિચારી શકીએ".

આ પણ વાંચોરસપ્રદ : બોલિવૂડ ફિલ્મોના આ 7 પાત્રો, જેને ભૂલવા મુશ્કેલ જ નહી અશક્ય છે

અલબત, ભાગ્યમાં કઈક જુદું જ લખાયું હતું અને તેઓ કોઈપણ રીતે એકબીજાના થઈ ગયા છે. તેણે એમ પણ કહ્યું કે ગિન્ની તેની સૌથી મોટી તાકાત છે અને જ્યારે તેની પાસે કંઈ ન હતું ત્યારે પણ તે તેની સાથે રહી છે.
Published by:kiran mehta
First published:

Tags: Bollywood Interesting story, Bollywood Latest News, Bollywood News in Gujarati, Kapil Sharma, Kapil sharma show, The kapil sharma show

આગામી સમાચાર