Teaser Out: કપિલ શર્માનાં આસું લુછતો નજર આવ્યો ચંદન પ્રભાકર

News18 Gujarati
Updated: December 26, 2018, 11:43 AM IST
Teaser Out: કપિલ શર્માનાં આસું લુછતો નજર આવ્યો ચંદન પ્રભાકર
ધ કપિલ શર્મા શો

નવાં ટિઝરમાં ચંદન પ્રભાકર ચાવાળો તેનાં આંસુ લુછતો નજર આવે છે

  • Share this:
મુંબઇ: કોમેડિયન કપિલ શર્મા આ દિવસોમાં તેનાં લગ્નને લઇને ચર્ચામાં છે. ત્યારે તેનો નવો શો 'ધ કપિલ શર્મા શો' પણ  શરૂ થવા જઇ રહ્યો છે. આ શો 29 ડિસેમ્બર રાતે 9.30 વાગ્યાથી સોની ટીવી પર રિલીઝ થશે. આ શોનાં ઘણા ટિઝર્સ આવી ગયા છે. પણ હાલમાં એક નવું ટિઝર સામે આવ્યું છે. જેમાં ચંદન પ્રભાકર ચાવાળો તેનાં આંસુ લુછતો નજર આવે છે.

આ શોનાં પ્રોમોમાં માલૂમ પડે છે કે શોનાં સૌથી પહેલાં મહેમાન બનીને આવે છે રણવીર સિંઘ. રણવીર સાથે ચંદન અને નવજોત સિંહ સિદ્દુ સ્ટેજ પર કપિલની આસ-પાસ નાચતા ગાતા નજર આવે છે. અને ચંદન જાહેરાત કરે છે કે કપિલ દીપિકા પાદુકોણનો ભાઇ છે

આ પહેલાંનાં કપિલનાં તમામ શોમાં તેણે જાહેરાત કરી હતી કે તે દીપિકાનો ખુબજ મોટો ચાહક છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે. પણ આ શોનાં પહેલાં જ એપિસોડ પહેલાં કપિલનનાં ગીન્ની ચતરથ સાથે અને દીપિકાનાં રણવીર સિંઘ સાથે લગ્ન થઇ ગયા છે. ત્યારે શોમાં કપિલની મજાક ઉડે તે સ્વાભાવિક છે.



આપને જણાવી દઇએ કે આ નવા શોની સ્ટાર કાસ્ટમાં કપિલ શર્મા ઉપરાંત ચંદન પ્રભાકર, કીકુ શારદા, સુમોના  ચક્રવર્તી, રોશેલ રાવ, ભારતી સિંહ અને કૃષ્ણા અભિષેક છે. આ શોનાં બીજા એપિસોડમાં સલમાન ખાન પિતા સલીમ ખાન સાથે નજર આવશે.
First published: December 26, 2018, 11:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading