કપિલ શર્માએ કંગના રનૌતને પૂછ્યું, આટલા દિવસો થઇ ગયા, કોઇ વિવાદ થયો નથી, અભિનેત્રી ખડખડાટ હસી પડી

શો માં આ વખતે બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut)ગેસ્ટ તરીકે જોવા મળશે

kapil sharma show latest episode- કપિલના શો માં આ વખતે બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut)ગેસ્ટ તરીકે જોવા મળશે

 • Share this:
  મુંબઈ : લોકપ્રિય કોમેડિયન કપિલ શર્મા (Kapil Sharma)પોતાના કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’ના (The Kapil Sharma Show )નવા સિઝનની શરૂઆત કરી ચૂક્યો છે. શો માં ફરી એક વખત બધા કલાકારો જોશમાં જોવા મળી રહ્યા છે. શો માં આ વખતે બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut)ગેસ્ટ તરીકે જોવા મળે છે. તમને જણાવી દઈએ કે કંગના હાલના દિવસોમાં પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘થલાઇવી’ '(Thalaivii)ના પ્રમોશનમાં વ્યસ્ત જોવા મળી રહી છે.

  કંગના આ શો પર પોતાની આવનારી ફિલ્મ થલાઇવીનું પ્રમોશન કરવાની છે. મેકર્સે આ એપિસોડનો એક પ્રોમો જાહેર કર્યો છે. જેમાં શો ના બધા કાસ્ટ ગણેશ વંદના કરતા જોવા મળે છે. પ્રોમો વીડિયોમાં કપિલ કંગનાને કહે છે કે અત્યારે તમે આવવાના હતા તો પહેલા ઘણી બધી સિક્યોરિટી આવી, અમે તો ડરી ગયા કે અમે એવું તો શું કહી દીધું? આટલી બધી સિક્યોરિટી રાખવી હોય તો શું કરવું પડે છે આદમીએ?

  આ પણ વાંચો - હે મા, માતાજી! 'બબીતાજી' નવ વર્ષ નાના અભિનેતાને કરી રહી છે ડેટ! નામ જાણીને કહેશો- આ તો થવાનું જ હતું!

  કપિલના આ સવાલનો જવાબ આપતા કંગના કહે છે કે આદમીએ ફક્ત સાચું બોલવું પડે છે. આ પછી બધા હસવા લાગે છે. બીજી જ ક્ષણે કપિલ કંગનાને બીજો સવાલ કરે છે. કપિલ પૂછે છે કે કેવું લાગી રહ્યું છે, આટલા દિવસો થઇ ગયા કોઇ કન્ટ્રોવર્સી થઇ નથી? તેના પર જવાબ આપવાના બદલે કંગના ફક્ત ખડખડાટ હસી પડે છે. સોશિયલ મીડિયા પર કપિલના શો નો આ પ્રોમો વાયરલ થઇ રહ્યો છે.  કંગનાની ફિલ્મ થવાઇવીને વિજયે ડાયરેક્ટ કરી છે. ફિલ્મના પ્રોડ્યુસર વિષ્ણુ વર્ધન ઇંદુરી અને શૈલેશ આર સિંહ છે. હિતેશ ઠક્કર અને થિરુમલ રેડ્ડી તેના કો પ્રોડ્યુસર છે. થલાઇવી 10 સપ્ટેમ્બરે દુનિયાભરના સિનેમાઘરોમાં હિન્દી, તમિળ અને તેલુગુમાં રિલીઝ કરવામાં આવશે.
  Published by:Ashish Goyal
  First published: