મુંબઇ: કપિલ શર્માએ પોતનાં નવાં શોથી સ્મોલ સ્ક્રિન પર કમબેક કરી લીધુ છે. ભલે તેનાં શોને પબ્લિકે પસંદ ન કર્યો હોય. પણ આવતાની સાથે જ કપિલનાં નખરાં જરૂર ચાલુ થઇ ગયા છે. જી હાં તેની જુની ટેવ મુજબ તેણે રાની મુખર્જીને બે કલાક રાહ જોવડાવી અને પછી શૂટ કેન્સલ કરી નાખ્યુ હતું.
સોર્સિસની માનીયે તો, રાની બુધવારે તેની ફિલ્મ હિચકીનાં પ્રમોશન માટે કપિલનાં શો પર આવી હતી. જેનું શૂટિંગ થવાનું હતું. જે બાદરમાં રદ્દ થઇ ગયુ છે. સોર્સિસની માની તો, અચાનક જ શૂટ કેન્સલથતા શોની આખી ટીમને આંચકો લાગ્યો હતો.
આપને જણાવી દઇએ કે રાની મુખર્જીની ફિલ્મ 'હિચકી' આજે રિલીઝ થઇ ગઇ છે. જે એક સ્કૂલ ટિચરનાં રોલમાં છે જેને એક ખાસ બીમારી છે. તેની જીભ અટકે છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર