કોમેડિયન કપિલ શર્મા વિવાદોમાં ઘેરાયેલા છે.તેમની સાથે જોડાયેલી કોન્ટ્રૉવસી સમાપ્ત થવાનું નામ લેતી નથી.કપિલ શર્માના 'ફેમલી ટાઇમ વિથ કપિલ શર્મા' બે એપિસોડ ટેલિકાસ્ટ થયા બાદ હવે આ શો પર સસ્પેન્સ બની ગયુ છે. આગળ હવે રિલીઝ થશે કે નહીં.
કોમેડિયન કપિલે કહ્યુ કે જે લોકો મારા કરિયર સાથે ખિલવાડ કરી રહ્યા છે તે લોકો વધુને વધુ અફવાઓ ફેલાવી શકે છે. જેને લઇ હું ઠિક છું. હું પોતાની સફળતા પર અદેખાઇ કરવા વાળા લોકો માટે નવો નથી.હું તેમને કહ્યુ છું ત્યા સુધી અફવા ફેલાવો કે જ્યા સુધી તમને સંતોષ ન થાય. મને ખબર છે કે હું શું કરી રહ્યો છુ.
ટિપ્પણીઓની વચ્ચે તેમના નજીકના મિત્ર અને કો-સ્ટાર કીકી શારદાએ મીડિયા દ્વારા અપીલ કરી છે કે કપિલને થોડી સ્પેસ આપો."હું માત્ર એટલું કહી શકું છું કે હું તેમની સાથે ઘણા લાંબા સમયથી કામ કરૂ છું, તમે લોકો પણ તેમના કામને જોવો છો. તે ખુંબ જ ખુશી ફેલાવે છે અને મજાક-મસ્તી પણ કરે છે. તેથી જો આજે તે પોતે કહે છે કે તેમની તબિયત ખરાબ છે તો તેમને થોડી સ્પેસ આપો."
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર