Home /News /entertainment /

Kapil Sharma Birthday Bash: કપિલ શર્માએ તેની બર્થડે પાર્ટીમાં કર્યો જોરદાર ડાન્સ, જુઓ વીડિયો

Kapil Sharma Birthday Bash: કપિલ શર્માએ તેની બર્થડે પાર્ટીમાં કર્યો જોરદાર ડાન્સ, જુઓ વીડિયો

કપિલ શર્માએ પરિવાર અને મિત્રો સાથે મનાવ્યો જન્મદિવસ

કપિલ શર્માએ તાજેતરમાં જ તેનો 41મો જન્મદિવસ ઉજવ્યો હતો. ટીવી કોમેડી શો દ્વારા દુનિયાભરના લોકોને હસાવનાર કપિલ શર્માના જન્મદિવસની કેટલીક તસવીરો અને વીડિયો સામે આવ્યા છે, જેમાં કોમેડી કિંગનો અલગ જ અવતાર જોવા મળ્યો હતો.

    કોમેડિયન કપિલ શર્માએ (Kapil Sharma) 2 એપ્રિલે પોતાનો 41મો જન્મદિવસ ખૂબ જ શાનદાર રીતે ઉજવ્યો. તેણે તેનો જન્મદિવસ તેની માતા, પત્ની ગિન્ની ચતરથ, પુત્રી અનૈરા અને પુત્ર ત્રિશાન સાથે ઉજવ્યો. તેના જન્મદિવસની ઉજવણીના કેટલાક વીડિયો અને પિક્ચર્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં કોમેડી કિંગ તેના પરિવાર અને મિત્રો સાથે નાચતો અને ગાતો જોવા મળ્યો હતો.

    કપિલ શર્માની આઉટડોર ઈવેન્ટને જોતા એવું લાગે છે કે તેના જન્મદિવસની ઉજવણીની થીમ બ્લેક રાખવામાં આવી હતી. પાર્ટીમાં હાજર રહેલા તમામ મહેમાનો અને તેમના પરિવારના સભ્યો બ્લેક આઉટફિટમાં જોવા મળે છે. કપિલ પોતે પણ ગ્રે જેકેટ હેઠળ બ્લેક શર્ટ અને મેચિંગ પેન્ટ પહેરેલો જોવા મળ્યો હતો. જ્યારે ગિન્ની ચતરથ બ્લેક ડ્રેસમાં અને પુત્રી અનૈરા બ્લેક ડ્રેસમાં સફેદ ફ્રિલ્સ સાથે જોવા મળી હતી.

    આ પણ વાંચો - Bade Achhe Lagte Hai 2 : દિશા પરમાર અને નકુલ મહેતાના 'કોન્ડોમ સીન'થી હંગામો - VIDEO

    સિંગર તેજી બાજવા પણ કપિલ શર્માના જન્મદિવસની ઉજવણીમાં સામેલ થયા હતા. જ્યાં તેણે પોતાના શાનદાર પરફોર્મન્સથી સૌના દિલ જીતી લીધા હતા. કપિલ શર્મા પણ તેના પંજાબી ગીતો પર ધૂમ મચાવ્યા વગર રહી શક્યો નહીં. સિંગર તેજી બાજવાએ પાર્ટીનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં કપિલ તેના ગીતો પર ડાન્સ કરતો જોવા મળે છે. તેજીએ કોમેડી કિંગને તેમના જન્મદિવસ પર અભિનંદન આપતા ક્લિપના કેપ્શનમાં આ વીડિયો શેર કર્યો છે.








    View this post on Instagram






    A post shared by Teji Bajwa (@teji_bajwa)






    વીડિયોના બેકગ્રાઉન્ડમાં જોઈ શકાય છે કે નિયોન સાઈનમાં 'હેપ્પી બર્થ ડે કપિલ સર' લખેલું છે. પાર્ટીનો વીડિયો જોઈને લાગે છે કે કપિલના મિત્રો અને પરિવારજનોએ તેના જન્મદિવસની ઉજવણીમાં કોઈ કસર છોડી નથી. વીડિયોમાં કપિલ શર્માની બે ટિયરથી બનેલી કેક પણ શાનદાર લાગી રહી છે.

    આ પણ વાંચો - Lock Upp માં પૂનમ પાંડેએ રડતા-રડતા કહ્યું, 'હું એકલી જ મરીશ'

    તમને જણાવી દઈએ કે કપિલના જન્મદિવસના અવસર પર ટીવીથી લઈને બોલિવૂડ સ્ટાર્સે તેને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. કપિલને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા અક્ષય કુમારે તેના ટ્વિટર હેન્ડલ પર એક તસવીર શેર કરી અને લખ્યું, 'હું આશા રાખું છું કે આ વર્ષે માત્ર લોખંડવાલામાં જ નહીં પણ બાંદ્રામાં પણ તમારા ઘણા ઘરો હશે, હંમેશા તમને જીવનની શુભકામનાઓ ભાઈ, જન્મદિવસની શુભકામનાઓ.  .'
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Entertainment, Ginni-chatrath, Kapil Sharma

    આગામી સમાચાર