Home /News /entertainment /ભારતના ગ્રેટ કોમેડિયન બનતા પહેલા Kapil Sharma આર્મીમાં જોડાવા માંગતો હતો, જાણો કેમ ન જોડાઈ શક્યો
ભારતના ગ્રેટ કોમેડિયન બનતા પહેલા Kapil Sharma આર્મીમાં જોડાવા માંગતો હતો, જાણો કેમ ન જોડાઈ શક્યો
કપિલા શર્માના જીવનની કેટલીક રસપ્રદ વાતો
કપિલ શર્માએ (Kapil Sharma) 'આઈ એમ નોટ ડન યેટ' શો (i am not done yet show) માં તેના ફેન્સ સાથે તેના જીવન સાથે જોડાયેલી ઘણી વાતો શેર કરી. કપિલે કહ્યું, "મારી પાસે આ બધી બાબતો માટે કોઈ યોજના નહોતી. જો હું મારી શરૂઆત વિશે કહું તો લોકો મારા પર હસશે, પરંતુ મારી કારકિર્દીમાં અહીં સુધી પહોંચવું મારા માટે સરળ નહોતું
મુંબઈ : ભારતીય ટેલિવિઝનમાં કોમેડિયન (Comedian) કપિલ શર્મા (Kapil Sharma)નું નામ જાણીતું થઈ ગયું છે. આજે તેને કોઈ ઓળખની જરૂર નથી. વિવિધ કોમેડી શો દ્વારા કપિલ લોકોનું મનોરંજન (Entertainment) કરતો રહે છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ કપિલના શો યોજાય છે. પોતાના મજાકભર્યા સ્વભાવને કારણે આજે ઘર - ઘરમાં જાણીતા બનેલા કપિલ શર્મા કોમિડિયન બનવા માંગતો ન હતો પરંતુ તે આર્મી (Army)માં જોડાવા માંગતો હતો. જોકે, તે શક્ય બન્યું નહીં.
ટેલિવિઝન પર 'કોમેડી નાઈટ વિથ કપિલ'થી લઈને 'ધ કિપલ શર્મા શો' (the kapil sharma show) સુધી કપિલની દરેકે પ્રશંસા કરી છે. કપિલે ફિલ્મોમાં પણ કામ કર્યું છે, પરંતુ ફિલ્મોમાં તેને ધારી સફળતા મળી નથી. કપિલની વેબ સીરિઝ 'આઈ એમ નોટ ડન યેટ' ('I'm Not Done Yet') ટૂંક સમયમાં નેટફ્લિક્સ (Netflix) પર આવી રહી છે, જેમાં તેણે પોતાના જીવનના ઘણા રહસ્યો જણાવ્યા છે અને પોતાના સંઘર્ષ વિશે પણ જણાવ્યું છે. કપિલ આર્મીમાં જોડાવા માંગતો હતો એ વાત કપિલે પોતે જ કહી હતી.
કપિલ શર્માએ (Kapil Sharma) 'આઈ એમ નોટ ડન યેટ' શો (i am not done yet show) માં તેના ફેન્સ સાથે તેના જીવન સાથે જોડાયેલી ઘણી વાતો શેર કરી. કપિલે કહ્યું, "મારી પાસે આ બધી બાબતો માટે કોઈ યોજના નહોતી. જો હું મારી શરૂઆત વિશે કહું તો લોકો મારા પર હસશે, પરંતુ મારી કારકિર્દીમાં અહીં સુધી પહોંચવું મારા માટે સરળ નહોતું. એક સમય હતો જ્યારે મેં નોકરી માટે પહેલા બીએસએફ અને પછી આર્મીમાં પ્રયાસ કર્યો. પરંતુ તેમાં સફળતા ન મળી."
કપિલ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, "મેં આ રસ્તો પસંદ કર્યો કારણ કે મારા પિતા અને મારા કાકા બંને પોલીસ દળનો ભાગ હતા, પરંતુ મારા પિતા ઈચ્છતા હતા કે હું કંઈક સર્જનાત્મક કરું, તેથી તેમણે મને ઘણા સંગીતકારો સાથે પરિચય કરાવ્યો જેમને તેઓ સારી રીતે જાણતા હતા."
મુંબઈની અત્યાર સુધીની સફરની યાદો શેર કરતા કપિલે કહ્યું, "મને યાદ છે કે હું મારા મિત્રો સાથે પહેલીવાર મુંબઈ આવ્યો હતો. અમે બધા જુહુ બીચ પર જતા હતા અને ત્યાં ડિરેક્ટર્સ શોધતા હતા, પરંતુ ત્યારથી ઘણું બદલાઈ ગયું છે. આ મુંબઈ છે. આ મુંબઈએ જ મારા જેવા સ્કૂટર ચાલકને ઊભા રહેવાની તક આપી. આ સાથે જ મને લોકોને હસાવવાની તક મળી. મને યાદ છે કે એક સમય એવો હતો જ્યારે હું મુંબઈમાં તદ્દન નવો હતો."
કપિલે વધુમાં કહ્યું કે,"ચાલો હું તમને કહું કે આજે હું ક્યાં ઉભો છું મને ખબર ન હતી કે એક દિવસ મારા માર્ગે શું આવવાનું છે. હું આજે જ્યાં છું ત્યાં જ રહેવાનું સપનું જોયું છે."
અત્રે નોંધનીય છે કે, કપિલે મુંબઈમાં આવતા જ સૌપ્રથમ 'ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ' માટે ઓડિશન આપ્યું હતું, પરંતુ તે ઓડિશન ક્લિયર કરી શક્યો નહોતો. તે પછી પણ કપિલે હાર ન માની અને તેણે આ શો માટે જ દિલ્હીથી ઓડિશન આપ્યું અને તેને પસંદ કરવામાં આવ્યો. ત્યારથી સૌની ધ્યાનમાં આવનાર કપિલ આજે સૌના દિલમાં વસે છે. કપિલ લોકોના ચિંતાવાળા ચહેરાને પણ હસાવી દે છે. ઉલ્લેખનીય છે કે, 'આઈ એમ નોટ ડન યેટ' 28 જાન્યુઆરીએ Netflix પર પ્રીમિયર થશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર