Home /News /entertainment /

કપિલ શર્માના નવા શોમાં જોવા મળશે 'ડોક્ટર ગુલાટી'? વાંચો અંદરની વાત

કપિલ શર્માના નવા શોમાં જોવા મળશે 'ડોક્ટર ગુલાટી'? વાંચો અંદરની વાત

કપિલની વાપસીના સમાચારની સાથે તેના અને સુનીલ ગ્રોવર વચ્ચે સમાધાનના સમાચાર પણ મીડિયામાં આવવાના શરૂ થઈ ગયા છે.

કપિલની વાપસીના સમાચારની સાથે તેના અને સુનીલ ગ્રોવર વચ્ચે સમાધાનના સમાચાર પણ મીડિયામાં આવવાના શરૂ થઈ ગયા છે.

    કોમેડી કિંગ કપિલ શર્મા બહુ ઝડપથી ટીવીના પડદા પર પરત ફરી રહ્યો છે. ફરી તે એક નવો શો લઈને આવી રહ્યો છે. કપિલે પોતાના નવા શોનો પ્રોમો પણ શૂટ કરી લીધો છે. બહુ ઝડપથી તે ટીવીના પડદે દેખાવાનું શરૂ થઈ જશે. કપિલનો આ શો સોની ટીવી પર જ ફરીથી આવી રહ્યો છે.

    'ધ કપિલ શર્મા શો' પરત શરૂ થવાની રાહ જોઈ રહેલા તેના ફેન્સને કપિલે કહ્યું કે, 'હાલ હું શો અંગે વધારે કંઈ જણાવી શકું તેમ નથી. ચેનલ આ અંગેની જાહેરાત કરશે. પરંતુ એટલું જરૂર કહીશ કે અમે જૂનો શો જ ફરીથી નથી કરી રહ્યા. આ વખતે તેમાં ઘણુ નવું અને શો ઘણો સારો હશે.'

    કપિલની વાપસીના સમાચારની સાથે તેના અને સુનીલ ગ્રોવર વચ્ચે સમાધાનના સમાચાર પણ મીડિયામાં આવવાના શરૂ થઈ ગયા છે. શો સાથે જોડાયેલા એક સૂત્રનું કહેવું છે કે કપિલ એકલો જ શોમાં પરત ફરશે. 'ડોક્ટર ગુલાટી'થી પ્રસિદ્ધ સુનીલ ગ્રોવર નવા શોમાં પણ કપીલ સાથે નજરે નહીં પડે. જોકે, અમુક જૂના લોકો ચોક્કસ નજરે પડી શકે છે.

    શોનું નામ હાલમાં ફાઇનલ નથી થયું. જોકે, કપિલ શર્મા અને સોની ચેનલ ટીવી શોને ઉત્તમ બનાવવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે. કપિલના ફેન્સ માટે આ સારા સમાચાર છે. દર્શકો વીકએન્ડમાં નાનાં-નાનાં કોમેડી શો બાદ હવે કપિલના મોટા ધમાકાની આશા રાખી રહ્યા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Kapil Sharma, Sony TV, Sunil Grover

    આગામી સમાચાર