Home /News /entertainment /

કમબેકની ખબર પર કપિલ શર્માનો ખુલાસો, 'હાલમાં આરામની જરૂર છે મને'

કમબેકની ખબર પર કપિલ શર્માનો ખુલાસો, 'હાલમાં આરામની જરૂર છે મને'

હું કામની પૂજા કરુ છું. પણ લાંબા સમયથી કામ કરી રહ્યો છું એટલે હવે મને થોડો હળવાશ વાળો સમય જોઇએ છે

હું કામની પૂજા કરુ છું. પણ લાંબા સમયથી કામ કરી રહ્યો છું એટલે હવે મને થોડો હળવાશ વાળો સમય જોઇએ છે

    મુંબઇ: ટીવી કોમેડી શો 'ફેમિલી ટાઇમ વિથ કપિલ શર્મા'નાં બંધ થયા બાદ વિવાદોમાં ઘેરાયેલો કપિલ શર્મા ટૂંક સમયમાં કમ બક કરશે તેવી વાતો હતી. જોકે હાલમાં જ એક ઇન્ટરવ્યું દરમિયાન કપિલે તેને પુછવામાં આવેલાં આ સવાલ પર ખાસ ખુલાસો કર્યો છે.

    કપિલ શર્માનું કહેવું છે કે તેની પાસે ઘણાં મોટા પ્રોજેક્ટ્સ છે. જોકે હાલમાં તેનું સ્પષ્ટ કહેવું છે કે, તે ફક્ત આરામ કરવા ઇચ્છે છે. કપિલે વધુમાં કહ્યું કે, હું કામની પૂજા કરુ છું. પણ લાંબા સમયથી કામ કરી રહ્યો છું એટલે હવે મને થોડો હળવાશ વાળો સમય જોઇએ છે. જેથી હું સારો થઇ જવું. કપિલે કહ્યું કે, આ બ્રેક બાદ તે જલદી પરત ફરશે. અને ફેન્સની વચ્ચે નવાં અંદાજમાં હાજર થશે.

    આપને જણાવી દઇએ કે કપિલ ડિપ્રેશનને કારણે દિવસની 23 ગોળીઓ લઇ રહ્યો છે અને હાલમાં જ તેની બબાલ એક વેબસાઇટનાં એડિટર સાથે થઇ હતી. જેનો ઓડિયો વાઇરલ થઇ ગયો હતો. કપિલ છેલ્લા ઘણાં સમયથી વિવાદોથી ઘેરાયલો છે અને હાલમાં તેને મીડિયાથી દૂર એકલા રહેવાની જરૂર છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Kapil Sharma

    આગામી સમાચાર