VIDEO: કપિલ શર્મા-ભારતીએ ગાયું 'બસપન કા પ્યાર' ગીત, સાંભળીને ભાગી ગઇ ફેન

PHOTO- @BhartiSingh Instagram

કપિલ શર્મા (Kapil Sharma) અને લાફ્ટર ક્વિન ભારતી સિંહ (Bharti Singh) જ્યારે પણ સાથે આવે છે, ફેન્સ હંસી હંસીને લોટપોટ થઇ જાય છે. કપિલ શર્મા અને ભારતી સિંહે તેનાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે. બંનેનો આ વીડિયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોમેડી કિંગ કપિલ શર્મા (Kapil Sharma) અને લાફ્ટર ક્વિન ભારતી સિંહ (Bharti Singh) જ્યારે પણ સાથે આવે છે. ફેન્સ હંસી હંસીને લોટપોટ થઇ જાય છે. કપિલ શર્મા અને ભારતી સિંહે તેનાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે. બંનેનો આ વીડિયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે. કપિલ શર્મા અને ભારતી સિંહે તેનાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે. બંનેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે.

    આ પણ વાંચો- PHOTOS: બોલિવૂડને તે એક્ટ્રેસ વીશે જાણો, જેઓ તેમનાં પતિને કારણે થયા છે TROLL

    શેર કરવામાં આવેલાં વીડિયોમાં કપિલ શર્મા (Kapil Sharma Video) અને ભારતી સિંહ આજનાં સમયનાં વાયરલ હિટ સોન્ગ બસપન કા પ્યાર (Baspan Ka pyar) ગાતા નજર આવે છે. તેમનાં વીડિયોથી એવું લાગે છે કે, કોઇ ફેન તેમની સાથે ફોટો ખેંચાવવાં આવી હતી પણ કપિલ અને ભારતીની હરકત જોઇ ફેન ભાગી ગઇ. કપિલ અને ભારતી કારમાં બેઠા છે અને બસપન કા પ્યાર ગીત ગાતા નજર આવે છે. પછી તેમણે કેમેરા તેમનાં ફેનની તરફ ઘુમાવ્યો હતો જે જોયા બાદ તે ફેન ભાગી જાય છે. આ દરમિયાન ભારતી કહે છે કે, 'યે હૈ જાનેમન.. ક્યાં ભાગી રહી છે? રુકો.. રુકો.. ફોટો તો ખેંચાવી લો..'








    View this post on Instagram






    A post shared by PGs Video Hub (@pgsvideohub)






    કપિલ શર્મા અને ભારતી સિંહ 'બસપન કા પ્યાર' ગીત એટલું જોર જોરથી ગાઇ રહ્યાં હતાં કે કોઇનું પણ હસવાંનું નીકળી જાય. આ પહેલાં ભારતી સિંહનો એક વીડિયો વાયરલ થઇ રહ્યોત છે. જેમાં નોરા ફતેહી (Nora Fatehi) અને ભારતી સિંહ (Bharati Singh) આજુ બાજુમાં બેઠેલાં નજર આવે છે. બંને હર્ષ લિંબાચિયા (Haarsh Limbachiyaa)ની સાથે સુપર હિટ સોન્ગ 'યે મેરા દિલ પ્યાર કા દીવાના' પર ડાન્સ કરતી નજર આવે છે. નોરાની સાથે હર્ષ ચોંટી ચોંટીને ડાન્સ કરતો હતો જે ભારતીને જરાં પણ પસંદ નથી આવ્યું. જેમાં તે ગુસ્સાથી લાલ થઇ અને નોરા ફતેહી (Nora Fatehi)ને સ્ટેજ પરથી ઘસેડતી નજર આવી રહી છે.
    Published by:Margi Pandya
    First published: