મુંબઇ: કપિલ શર્માને લઇને વિવાદો વધી રહ્યાં છે. ક્યારેક તેની ટ્વિટ્સને લઇને બબાલ તો ક્યારેક તેની સાથે જોડાયેલા ઓડિયો કોલથી બબાલ. તમામ વિવાદોની વચ્ચે સમાચાર છે કે કપિલ શર્માનાં શોને એક મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. હિન્દુસ્તાન ટાઇમ્સમાં આવેલા સમાચાર પ્રમાણે, શોને સસ્પેન્ડ કરવાનું કારણ શૂટિંગનું સતત કેન્સલ થવું છે. ગત દિવસોમાં કપિલે અભય દેઓલ સાથે શૂટ કર્યુ છે. તે બાદ રાની મુખર્જીને બોલાવીને તેને રાહ જોવડાવી બાદમાં તેને શૂટ કેન્સલ કરાવી દીધુ હતું.
શોની શરૂઆત જ દર્શકોને ન ગમી
છેલ્લાં કેટલાય સમયથી કપિલનાં શોની રાહ તમામ લોકો જોઇ રહ્યાં હતાં. પણ નવો શો ટેલિકાસ્ટ થતાની સાથે સૌની ઇચ્છાઓ પર પાણી ફરી ગયું. શો દર્શકોને પસંદ ન પડ્યો અને ફ્લોપ રહ્યો. ઘટતી TRPને કારણે હવે શો સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
શો બંધ થવાનું કારણ
રિપોર્ટ્સની માનીયે તો કપિલ શર્માનાં શોને બંધ કરવાની પાછળ કોમેડી કિંગની તબિયત સૌથી મહત્વનો ભાગ ભજવી રહી છે. ગત દિવસોમાં કપિલે જુના શોની ક્રિએટિવ હેડ પ્રીતિ સોમેને પણ કપિલને રિહેબ સેન્ટર જઇને ટ્રીટમેન્ટ લેવાની સલાહ આપી હતી. ગત કેટલાંક ઇન્ટરવ્યુંમાં કપિલને દારૂ પીવાની પોતાની ભૂલ પણ સ્વિકારી હતી. આ સાથે જ બીજુ કારણ એ પણ છે કે, સતત શૂટ કેન્સલ થવાને કારણે સેલિબ્રિટીઝ પણ કપિલથી પરેશાન છે.
આ વખતનો આપે પ્રોમો જોયો હોય તો તેમાં પણ કપિલ તેની શૂટ કેન્સલ કરવાની ટેવ માટે અજય દેવગણની માફી માંગતો નજર આવે છે.
કો સ્ટાર્સે છોડ્યો સાથ
કપિલ શર્માની સાથે નજર આવતી તેની કો સ્ટાર નેહાએ પણ શો છોડી દીધો છે. રિપોર્ટ્સ પ્રમાણે, કપિલ શર્માનાં નવાં શોનું શૂટિંગ નથી થઇ રહ્યું. એવામાં નેહા કલર્સ પરનાં શો એન્ટરટેઇનમેન્ટ કી રાતનાં મંચ પર કોમેડી કરી. આ એપિસોડ ટૂંક સમયમાં ઓનએર થશે.
કપિલનાં સપોર્ટમાં સેલેબ
કપિલની સાથે બની રહેલી ઘટનાઓ અને શોની ઘટતી TRPથી તેનાં ચાહકો ભલે તેનાંથી નારાજ હોય પણ આ મુશ્કિલ સમયમાં તેની વ્હારે તેનાં જુના સાથી આવ્યા છે. કપિલની Ex ગર્લફ્રેન્ડે તેનાં અંગે ચિંતા વ્યક્ત કરી હતી. શિલ્પા શિંદે પણ તેનાં બચાવમાં ઉતરી હતી. તો કોમેડિયન ક્રિષ્ના અભિષેકે પણ કપિલનાં પક્ષમાં મીડિયા સાથે વાત કરી હતી.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર