કપિલ શર્માએ કરી વાપસી, ફેન્સે આવી રીતે કર્યું વેલકમ

News18 Gujarati
Updated: June 8, 2018, 6:01 PM IST
કપિલ શર્માએ કરી વાપસી, ફેન્સે આવી રીતે કર્યું વેલકમ

  • Share this:
નવી દિલ્હી : ટેલિવિજન પર કોમેડી કિંગના નામથી ફેમસ થયેલ કોમેડિયન કપિલ શર્માએ એકવાર ફરીથી વાપસી કરી લીધી છે. આ વખતે તેને કોઈ ટીવી શો પર નહી પરંતુ ટ્વિટર પર પોતાના ટ્વિટ દ્વારા વાપસી કરી છે. બે મહિના પહેલા 7 એપ્રિલે અંતિમ ટ્વિટ કરનાર કપિલે ગુરૂવારની રાત્રે બે ટ્વિટ કર્યા, જેમાં તેમને પોતાના ફેન્સ સાથે વાતચીત કરવાની વાત કરી છે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં પત્રકાર સાથે અપશબ્દો બોલવાના વિવાદમાં તે ફસાયો હતો. એક અંગ્રેજી વેબસાઈટના પત્રકાર સાથે થયેલ ટેલિફોનિક ઓડિય ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી.


હવે કપિલ શર્માએ ગુરૂવારે લગભગ 09 વાગે એક ટ્વિટ કર્યુ અને હેલ્લો દોસ્તો, આશા છે બધા સારા હશો... આજ રાત્રે 11 વાગે બધા સાથે ચેટ કરીએ. ત્યાર બાદ ટ્વિટર પર પોતાના ફેન્સના રિપ્લાય પર વાત કરી. કપિલે લોકોને કહ્યું કે, હાલમાં તે થોડો જાડો છે પરંતુ ટૂંક સમયમાં જ ફિટ થઈને પાછો ફરીશ. કેટલાક લોકોએ તેમની નવી તસવીરની માંગણી પણ કરી, જેના જવાબમાં તમને કહ્યું કે, ઝડપી ઠિક થઈને પાછો ફરીશ.


કપિલ શર્માએ ટ્વિટર પર જાહેરમાં અપશબ્દ સાથે ટ્વિટ કર્યુ હતુ, તેની ટ્વિટ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. ત્યાર પછી તેને અંતમાં લખ્યું હતું કે, મે જે લખ્યું હતું તે મારા દિલથી લખ્યું હતું. મારા ટ્વિટ મારી ટીમે ડિલિટ કરી દીધા હતા, પરંતુ હું આ વેચાણ જનાર રિપોર્ટરથી ડરવાનો નથી. તે માત્ર થોડા પૈસામાટે કોઈના પણ વિશે ગમે તે લખી શકે છે, શરમજનક.જણાવી દઈએ કે, વિવાદ પછી કપિલ શર્માએ પોતાના એક્સ મેનેજર નીતિ, પ્રીતિ અને પત્રકાર વિરૂદ્ધ 25 લાખ વસૂલવાનો આરોપ લગાવીને મુંબઈના ઓશિવરા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો.

First published: June 8, 2018, 5:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading