રસપ્રદ સ્ટોરી : રોમી ભાટિયા સાથે લગ્ન કર્યા પહેલા Kapil Dev આ હિરોઈન સાથે રિલેશનશિપમાં હતા
રસપ્રદ સ્ટોરી : રોમી ભાટિયા સાથે લગ્ન કર્યા પહેલા Kapil Dev આ હિરોઈન સાથે રિલેશનશિપમાં હતા
કપિલ દેવ લવ સ્ટોરી
kapil dev love story : કપિલ દેવ (Kapil Dev) ના ખૂબ જ નજીકના મિત્ર સુનિલ ભાટીયાએ રોમી ભાટીયા (Romi Bhatia) અને કપિલ દેવની મુલાકાત કરાવી હતી. કપિલ દેવ અને સારિકા કપૂર (Sarika Kapoor) એકબીજા સાથે રિલેશનશીપમાં હતા
kapil dev love story : છેલ્લા ઘણા વર્ષોમાં અનેક ક્રિકેટરો બોલીવુડ (Cricketers Bollywood) અભિનેત્રીઓ સાથે જોડાયા છે. જેમાં ઘણા ક્રિકેટરો પોતાના સંબંધો અંગે ખુલીને ચર્ચા કરે છે. અનેક મામલે અફવા ફેલાવવામાં આવે છે કે, આ ક્રિકેટરે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી રોમી ભાટિયા (Romi Bhatia) સાથે લગ્ન કર્યા. ક્રિકેટના લિજેન્ડ કપિલ દેવ (Kapil Dev) અને સારિકા કપૂર (Sarika Kapoor) એકબીજા સાથે રિલેશનશીપમાં હતા, પરંતુ તેમણે ક્યારેય પણ આ અંગે પબ્લિકમાં ચર્ચા કરી નથી.
કપિલ દેવ (Kapil Dev) અને સારિકાએ જ્યારે પોતાના કરિઅરની શરૂઆત કરી તે સમયે તેઓ મળ્યા હતા. મનોજ કુમારની પત્ની શશિ ગોસ્વામીએ તેઓ બંનેની મુલાકાત કરાવી હતી. આ મુલાકાતમાં તેઓ મિત્ર બની ગયા હતા અને એકબીજાને મળવા લાગ્યા હતા. થોડા સમય બાદ આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ. તે સમયે સાંભળવામાં આવતું હતું કે, કપિલ દેવ સારિકાને તેમના માતા પિતા સાથે મુલાકાત કરાવવા માટે પંજાબ લઈ ગયા હતા. કપિલ અને સારિકા આ રિલેશન અંગે ખૂબ જ સીરિઅસ હતા, પરંતુ રોમી ભાટીયા (Romi Bhatia)ને મળ્યા બાદ કપિલ દેવે પોતાનો વિચાર બદલી દીધો હતો.
કપિલ દેવના ખૂબ જ નજીકના મિત્ર સુનિલ ભાટીયાએ રોમી અને કપિલ દેવની મુલાકાત કરાવી હતી. કપિલને પહેલી નજરમાં જ રોમી સાથે પ્રેમ થઈ ગયો હતો. કપિલ દેવ અને સારિકાના સંબંધો અંગે રોમી ખૂબ જ મૂંઝવણમાં હતી. અનેક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સારિકા અને કપિલ દેવ લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. કપિલ દેવ રોમીને ભૂલી શકતા નહોતા. તેમણે સારિકાની માફી માંગીને તેમની સાથે બ્રેકઅપ કરી લીધું. રોમી સાથે થોડો સમય રિલેશનમાં રહ્યા બાદ કપિલ દેવે વર્ષ 1980માં રોમી ભાટિયા સાથે લગ્ન કરી લીધા હતા.
સારિકાએ વર્ષ 1988માં પ્રખ્યાત તમિલ અભિનેતા કમલ હાસન (Kamal Haasan) સાથે લગ્ન કર્યા હતા. કમલ હાસન પહેલેથી જ પરિણિત હતા, પરંતુ તેમણે તેમની પત્ની વાની ગનપથિ સાથે છુટાછેડા લીધા બાદ સારિકા સાથે લગ્ન કરી લીધા હતા. કમલ હાસન અને સારિકાની બે પુત્રી છે, શ્રુતિ હાસન અને અક્ષરા હાસન. વર્ષ 2004માં કમલ હાસન અને સારિકાએ પણ ડાયવોર્સ લઈ લીધા હતા.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર