Home /News /entertainment /

કાન્યે વેસ્ટે Kim Kardashian અને રે જેની બીજી સેક્સ ટેપ વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો

કાન્યે વેસ્ટે Kim Kardashian અને રે જેની બીજી સેક્સ ટેપ વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો

કિમ કર્દાશિયન અને રે જે સેક્સ ટેપ મામલો

કાન્યે વેસ્ટે (Kanye West) દાવો કર્યો છે કે કિમ કર્દાશિયન (Kim Kardashian) અને રે જે(Ray Jey) પાસે બીજી સેક્સ ટેપ હતી. 2007માં તેમની સેક્સ ટેપ (Viral Sex Tape) બહાર આવ્યા પછી પૂર્વ દંપતી હેડલાઇન્સમાં આવ્યા હતા

    કાન્યે વેસ્ટે (Kanye West) દાવો કર્યો છે કે કિમ કર્દાશિયન (Kim Kardashian) અને રે જે(Ray Jey) પાસે બીજી સેક્સ ટેપ હતી. 2007માં તેમની સેક્સ ટેપ (Viral Sex Tape) બહાર આવ્યા પછી પૂર્વ દંપતી હેડલાઇન્સમાં આવ્યા હતા. આ ટેપમાં કિમને ખૂબ ફેમ મળી હતી. જોકે, કિમ અને રેના બ્રેકઅપ બાદ પણ આ ટેપ કિમને ખૂબ હેરાન કરી રહી હતી. હવે, કિમના પૂર્વપતિએ દાવો કર્યો છે કે, ભૂતપૂર્વ દંપતીની એકમાત્ર ટેપ નહોતી. તેણે બીજી ટેપને લીક થતી અટકાવી હતી.

    તાજેતરના એક ઇન્ટરવ્યુમાં અમેરિકન રેપરે દાવો કર્યો હતો કે, તે રે સાથે વ્યક્તિગત રૂપે પહોંચ્યો હતો અને લેપટોપ તપાસતા તેમાં અન્ય ટેપ પણ મળી હતી. તે કિમ પાસે પરત ગયો અને કિમ ભાવુક થઇ ગઇ હતી. કાન્યે જણાવે છે કે, “હું ગયો અને તે રાત્રે રે જે પાસેથી લેપટોપ પરત મેળવી હતી. હું તેને એરપોર્ટ પર મળ્યો હતો, પછી પરત આવ્યો અને સવારે 8 વાગ્યે તેણીને તે પરત પહોંચાડી દીધી હતી.”

    કાન્યેએ વધુમાં જણાવ્યું કે, “જ્યારે તેણે તે ટેપ જોઇ, તેણી રડવા લાગી. તમે જાણો છો તે શા માટે લેપટોપમાં તે જોઇને રડવા લાગી? કારણે કે, તેમાં દર્શાવાયું હતું કે તેણીને તેમાં કઇ રીતે યુઝ કરવામાં આવી રહી છે. તે દર્શાવે છે કે લોકો તેને પ્રેમ કરતા નથી અને તેઓ માત્ર તેનો એક વસ્તુ તરીકે ઉપયોગ કરે છે.” જો કે, કિમના પ્રતિનિધિએ આ ઘટના અંગે પોતાની બાજુ શેર કરી છે.

    જ્યારે તેઓએ કહ્યું હતું કે કિમે રે પાસેથી લેપટોપ પરત મેળવવા માટે કાન્યેને વિનંતી કરી હતી. ફૂટેજમાં કોઈ સ્પષ્ટ કન્ટેન્ટ દર્શાવવામાં આવ્યું નથી. તેણી પ્રતિનિધિએ એન્ટરટેઇનમેન્ટ ટુનાઇટને આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “કમ્પ્યુટર અને હાર્ડ ડ્રાઇવ જપ્ત કરવામાં આવી હતી. જેમાં ઓરીજનલ વિડિઓ અને ન જોવાયેલ ફૂટેજ હોવાનું માનવામાં આવતું હતું. રીવ્યૂ બાદ જાણવા મળ્યું કે, તેમાં કંઇ પણ સેક્યુઅલ નહોતું, માત્ર મેક્સિકો જતા વિમાનના ફૂટેજ અને તે જ સફરમાં એક ક્લબ અને રેસ્ટોરન્ટમાં ફૂટેજ હતા. કિમ તે વાત પર અડગ છે કે કોઇ અન્ય ટેપ નથી.”

    આ પણ વાંચોNeha Sharma એ દરિયા કિનારે Bikikni માં બોલ્ડ લુક બતાવ્યો, રામ ચરણ સાથે લગ્ન-હનીમૂનના આવ્યા હતા સમાચાર!

    ગત સપ્ટેમ્બરમાં રેના મેનેજરે દાવો કર્યો હતો કે રે અને કિમની બીજી સેક્સ ટેપ છે. જો કે, રેએ ખોટા દાવા કરવા બદલ તેના મેનેજરને ફટકાર લગાવી હતી. ઇન્સ્ટાગ્રામ પરની એક પોસ્ટ પર કમેન્ટમાં રેએ કહ્યું કે, તે તેના માટે પણ યોગ્ય નથી.
    First published:

    Tags: Hollywood, Hollywood News, Hollywood stars, Kim

    આગામી સમાચાર