બોક્સ ઓફિસ પર ઘણા દિવસો સુધી ધમાલ મચાવનારી સાઉથની ફિલ્મ 'કાંતારા' હવે ઓટીટી પર જલ્દી જ લોકોનું મનોરંજન કરતી જોવા મળશે. જણાવી દઇએ કે દોઢ મહિના બાદ પણ આ ફિલ્મ થિયેટર્સમાં જબરદસ્ત પ્રદર્શન કરી રહી છે. દક્ષિણ ભારતની સાથે હિંદી બેલ્ટમાં પણ ફિલ્મને જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે.
આ ફિલ્મને પહેલા 4 નવેમ્બરે ઓટીટી પર રિલીઝ કરવાની તૈયારી હતી પરંતુ દર્શકો તરફથી મળી રહેલા ભરપૂર પ્રેમ બાદ આ ફિલ્મની ડિજિટલ રિલીઝ ટાળી દેવામાં આવી હતી.
જો કે હવે જાણવા મળી રહ્યું છે કે આ ફિલ્મ 24 નવેમ્બરે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દર્શકો એમેઝોન પ્રાઇમ વીડિયો પર આ ફિલ્મની મજા માણી શકશે. જણાવી દઇએ કે ફિલ્મના મેકર્સે હજુ સુધી તેની ઓટીટી રિલીઝની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નથી કરી.
જો કે સોશિયલ મીડિયા પર ઘણા એવા હેન્ડલ છે જે દાવો કરી રહ્યાં છે કે આ ફિલ્મ આગામી અઠવાડિયે ડિજિટલ પ્લેટફોર્મ પર આવશે. દાવા અનુસાર આ ફિલ્મને હિન્દીની સાથે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં સ્ટ્રીમ કરવામાં આવશે. જણાવી દઇએ રિલીઝ બાદથી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સતત સારુ પ્રદર્શન કરી રહી છે. નાના બજેટમાં બનેલી આ ફિલ્મને દુનિયાભરમાં 369 કરોડની કમાણી કરી છે.
ફિલ્મની કમાણીની રફતારને જોતા એક્સપર્ટસ અંદાજ લગાવી રહ્યાં છે કે જલ્દી જ આ ફિલ્મ 400 કરોડના ક્લબમાં પહોંચી શકે છે. ફિલ્મમાં ઋષભ શેટ્ટી લીડ રોલમાં છે. તેનું ડાયરેક્શન પણ તેણે જ કર્યુ છે. સામાન્ય લોકોની સાથે સેલેબ્સે પણ આ ફિલ્મના ખૂબ વખાણ કર્યા છે. બોલીવુડના પણ ઘણા કલાકારોએ ફિલ્મ જોયા બાદ ઋષભને આ પ્રકારની ફિલ્મ બનાવવા માટે શુભકામનાઓ પાઠવી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર