Home /News /entertainment /સેલ્ફ મેરેજ કરનાર દિયા ઓર બાતી ફેમ કનિષ્કા સોની બે મહિના બાદ હવે માતા પણ બનશે !

સેલ્ફ મેરેજ કરનાર દિયા ઓર બાતી ફેમ કનિષ્કા સોની બે મહિના બાદ હવે માતા પણ બનશે !

ફોટો : @ itskanishkasoni ઇન્સ્ટાગ્રામ

અભિનેત્રીની પોસ્ટ જોઈને તેના ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પરંતુ, તેનાથી પણ વધુ નવાઈની વાત એ હવે છે કે અભિનેત્રી પોતે લગ્ન કર્યાના બે મહિના પછી ગર્ભવતી પણ થઈ ગઈ છે.

    ટીવી સીરિયલ 'દિયા ઔર બાતી' ફેમ કનિષ્ક સોની તાજેતરમાં 'સ્વ લગ્ન' એટલેકે Self Marriageના કારણે ચર્ચામાં હતી. હકીકતમાં કનિષ્ક સોનીએ તેના સોશિયલ મીડિયા પર સિંદૂર પહેરેલો અને મંગળસૂત્ર પહેરેલો એક ફોટો શેર કર્યો અને કહ્યું કે તેણે પોતે પોતાની સાથે લગ્ન કર્યા છે. અભિનેત્રીની પોસ્ટ જોઈને તેના ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પરંતુ, તેનાથી પણ વધુ નવાઈની વાત એ હવે છે કે અભિનેત્રી પોતે લગ્ન કર્યાના બે મહિના પછી ગર્ભવતી પણ થઈ ગઈ છે.



    સોનીએ જ કર્યો ખુલાસો :


    કનિષ્કા સોનીએ તસવીર શેર કરતી વખતે લખ્યું, 'હું સેલ્ફ મેરીડની જેમ સેલ્ફ પ્રેગ્નન્ટ નથી. આ ફક્ત અમેરિકાના શાનદાર ટેસ્ટી પિઝા, બર્ગર છે જેણે મારું વજન વધાર્યું છે અને સાચું કહું તો મને તેનાથી કોઈ સમસ્યા પણ નથી. હું તો હાલ બસ એન્જોય કરી રહી છું.

    આ પણ વાંચો : ડીપ નેક બ્લાઉઝમાં મૌનીના 'રેડ હૉટ' લુકે મચાવી સનસની, બોલ્ડ અદાઓ પર ફિદા થયા ફેન્સ

    બે મહિના પહેલા થયા હતા લગ્ન :


    તમને જણાવી દઈએ કે 'દિયા ઔર બાતી હમ' ફેમ અભિનેત્રી કનિષ્કા સોનીએ બે મહિના પહેલા જ લગ્ન કર્યા હતા. આ વાતની જાહેરાત કરતી વખતે તેણે પોતાની તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી. આ ફોટોમાં તે ગળામાં મંગળસૂત્ર અને માંગમાં સિંદૂર પહેરેલી જોવા મળી હતી. નોંધનીય છે કે આ પ્રકારના Self Marriage કરનાર કનિષ્કા સોની ભારતની બીજી મહિલા છે.

    કનિષ્કાએ પોસ્ટ કર્યા ફોટા :


    તસવીરો શેર કરતા કનિષ્કાએ લખ્યું, 'મેં સ્વલગ્ન કર્યા છે. મેં મારા બધા સપના પૂરા કર્યા છે અને હું એકમાત્ર એવી વ્યક્તિ છું જેને હું પ્રેમ કરું છું. બધા પ્રશ્નોના જવાબ એ છે કે મારે કોઈ પુરૂષની જરૂર નથી. હું મારા ગિટાર સાથે એકલા અને એકલા રહેવામાં હંમેશા ખુશ છું...હું એક દેવી છું, મજબૂત અને શક્તિશાળી છું. શિવ અને શક્તિ બધું જ મારી અંદર છે. આભાર.'

    આ પણ વાંચો :  ખભા પરથી ડ્રેસ ઉતારીને શ્વેતા તિવારીએ કરાવ્યું એવું બોલ્ડ ફોટોશૂટ, આ જગ્યાએ અટકી ફેન્સની નજર


    કોણ છે કનિષ્ક સોની ?


    કનિષ્કાની વાત કરીએ તો તેણે 'દિયા ઔર બાતી હમ', 'પવિત્ર રિશ્તા', 'દેવી આદિ પરાશક્તિ' જેવા ઘણા શો કર્યા છે, જેનાથી તેને ઘરે-ઘરે નામના મેળવી છે. જોકે હવે તેણે ટીવી ઇન્ડસ્ટ્રી છોડી દીધી છે અને હવે તે તેના હોલીવુડ ડેબ્યૂની તૈયારી કરી રહી છે.
    First published:

    Tags: Marriage, Pregnancy, Tv actress, Wedding

    विज्ञापन
    विज्ञापन