Home /News /entertainment /'ટૉપ ઉપર કર, મારે તારુ....' સાજિદ ખાને આ એક્ટ્રેસ સામે પણ કરી હતી ગંદી ડિમાન્ડ, થયાં ચોંકાવનારા ખુલાસા

'ટૉપ ઉપર કર, મારે તારુ....' સાજિદ ખાને આ એક્ટ્રેસ સામે પણ કરી હતી ગંદી ડિમાન્ડ, થયાં ચોંકાવનારા ખુલાસા

સાજિદ ખાન પર ફરી લાગ્યા ગંભીર આરોપ

Sajid Khan Controversy : બિગ બૉસ 16ના કન્ટેસ્ટન્ટ સાજિદ ખાન પર એક્ટ્રેસે ગંભીર આરોપ લગાવ્યા છે. એક પછી એક એક્ટ્રેસીસ સામે આવીને તેની વિરુદ્ધમાં બોલી રહી છે. હવે ટીવી એક્ટ્રેસ કનિષ્કા સોનીએ પણ સાજિદને લઇને ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

વધુ જુઓ ...
  Sajid Khan Controversy : સલમાન ખાનના કોન્ટ્રોવર્શિયલ શૉ બિગ બૉસ 16માં જ્યારથી સાજિદ ખાનની એન્ટ્રી થઇ છે, ત્યારથી તેને શૉમાંથી બહાર કાઢવાની માગ કરવામાં આવી રહી છે. હકીકતમાં શૉમાં સાજિદ ખાનની એન્ટ્રી બાદ એક પછી એક એક્ટ્રેસીસ સામે આવીને તેની ગંદી હરકતોનો ખુલાસો કરી રહી છે. હવે 'દીયા ઔર બાતી હમ' અને 'પવિત્ર રિશ્તા' જેવી સિરિયલ્સમાં કામ કરી ચુકેલી એક્ટ્રેસ કનિષ્કા સોનીએ સાજિદ પર ગંભીર આરોપ લગાવતા ચોંકાવનારા અનેક ખુલાસા કર્યા છે.

  કનિષ્કાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે સાજિદની ગંદી હરકતોની પોલ ખોલતી જોવા મળી રહી છે. તેણે કહ્યું, થોડા દિવસ પહેલા મેં ઇન્ટરવ્યુ આપ્યું હતું, જેમાં મેં જણાવ્યું હતું કે, એક એવો ડાયરેક્ટર-પ્રોડ્યુસર છે, જેણે મને ઘરે બોલાવીને કહ્યું હતું કે મારે તારુ પેટ જોવું છે. ત્યારે મેં તેનું નામ લીધું ન હતું, પરંતુ હવે હું તેનું નામ જણાવવા માંગુ છુ અને તે છે સાજિદ ખાન.

  આ પણ વાંચો :  ટીવીની સંસ્કારી બહુએ સાડીમાં આપ્યા કિલર પોઝ, દિલકશ અંદાજ પર ફેન્સ થયા ઘાયલ  નામ લેવાથી ડરી રહી હતી - કનિષ્કા સોની


  કનિષ્કા સોનીએ વીડિયોમાં જણાવ્યું કે, મને જાણવા મળ્યું કે જે લોકોએ મારી સાથે ગંદી હરકત કરી હતી તેમાંથી એક ડાયરેક્ટર બિગ બૉસના ઘરમાં છે. હું પહેલા તેનું નામ લેવા માંગતી ન હતી. તેનું નામ લેતા પહેલા હું એટલી ડરેલી છુ કે મને ભારતમાં આવતા ડર લાગતો હતો, કારણ કે આ લોકો ખૂબ જ પાવરફુલ છે. આ લોકો કંઇપણ કરી શકે છે. આપણી સરકાર પણ આ લોકોની સામે કંઇ નથી કરી શકતી. પોલીસને લાગે છે કે એક્ટ્રેસીસ નામ અને પબ્લિસિટી માટે આ બધુ કરે છે. તેથી મને નામ જણાવવામાં ડર લાગે છે પરંતુ તેમ છતાં પણ હું આજે જણાવીશ, કારણ કે જે ફેમ અને પબ્લિસિટી તેને બિગ બૉસમાં આપવામાં આવી રહી છે, તેને તે ડિઝર્વ નથી કરતો અને તેનું નામ છે સાજિદ ખાન.

  તેણે પોતાની વાત આગળ વધારતા કહ્યું, 2008માં મે બે રિયાલિટી શૉ કર્યા છે, પરંતુ ત્યાંથી વધુ પૈસા મળતા ન હતા તો મે પાર્ટ ટાઇમ રિપોર્ટિંગનું કામ કર્યુ હતું. મે ડાયરેક્ટર-પ્રોડ્યુસર્સને ઇન્ટરવ્યુ આપતી હતી. ત્યારે મારી સાજિદ ખાન સાથે મુલાકાત થઇ હતી. મે એક દિવસ ઇન્ટરવ્યુ માટે સાજિદ ખાનને કૉલ કર્યો તો તેણે મને સાજિદ નાડિયાદવાલાના ઘરે બોલાવી. ઇન્ટરવ્યુ દરમિયાન મે તેને કહ્યું હતું કે, હું એક્ટિંગમાં કરિયર બનાવવા માંગુ છું, તો તેણે મને ઘરે બોલાવી. મે પણ વિચાર્યુ કે કામ કરવું હોય તો રિસ્ક તો લેવું જ પડશે અને હું તેમના ઘરે પહોંચી ગઇ.  આ પણ વાંચો : Video : નીરજ ચોપરાનો આવો અંદાજ પહેલા નહીં જોયો હોય, રણવીર સિંહ સાથે બતાવ્યા શાનદાર ડાન્સ મૂવ્સ

  સાજિદ ખાને કહ્યું- મારે તારુ પેટ જોવુ છે


  કનિષ્કા સોનીએ વધુમાં કહ્યું, જ્યારે હું સાજિદ ખાનના રૂમમાં તેને મળવા ગઇ તો તેણે મને ઉભા રહેવા કહ્યું. તેણે મારુ ફિગર જોયુ અને કહ્યું તુ પરફેક્ટ છે. હું દીપિકા પાદુકોણને લઇને એક ફિલ્મ બનાવી રહ્યો છું. તારુ ફિગર સારુ છે. તુ એક લીડ હીરોઇન મટિરિયલ છે. તેણે મને ફરી જોઇ અને કહ્યું, ટૉપ ઉપર કર, મારે તારુ પેટ જોવું છે. ડર નહીં, હું તને ટચ નહીં કરુ. મેં તેને હાથ જોડીને કહ્યું કે, હું મારુ પેટ નહીં બતાવી શકું. તેણે કહ્યું, તો હું તને ફિલ્મમાં નહીં લઇ શકું. વીડિયોમાં કનિષ્કાએ સલમાન ખાનને લઇને કહ્યું કે, તેની પાસેથી મને આવી આશા ન હતી. હું જાણતી ન હતી કે જે છોકરીઓનું શોષણ કરે છે, મારે-પીટે છે, આવા લોકોને પણ શૉમાં એન્ટ્રી આપવામાં આવે છે.
  Published by:Bansari Gohel
  First published:

  Tags: Bigg Boss, Me Too, Sajid-khan, Tv actress

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन