VIDEO: જ્યારે ભાઇનાં લગ્નમાં કંગનાએ કહ્યું, 'કોઇ તો પૈસા આપો'

News18 Gujarati
Updated: October 22, 2020, 11:04 AM IST
VIDEO: જ્યારે ભાઇનાં લગ્નમાં કંગનાએ કહ્યું, 'કોઇ તો પૈસા આપો'
કંગના રનૌટનાં ભાઇનાં લગ્નનો વીડિયો

ફિલ્મ એક્ટ્રેસ કંગના રનૌટનાં ભાઇ (Kangna Ranuat share Brother's Marriage ) અક્ષયનાં લગ્ન અંગે પૈતૃક ગાંવ ભાંબલા પહોંચી તેને પિઠી ચોળી હતી. જે બાદ કુળદેવતા અને મામાનાં ઘરે લગ્નનું પહેલું નિમંત્રણ આપ્યું હતું.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ ક્વિન કંગના રનૌટ (Kangana Ranaut) આ દિવસોમાં તેનાં કાકાનાં દીકરાનાં લગ્નમાં હાજરી આપવાં પહોંચી ગઇ છે. તે હિમાચલ પ્રદેશની માંડી જિલ્લામાં આવેલાં ભાંબલા ગામમાં છે ત્યાં તેનાં કાકાનાં દીકરાનાં લગ્નમાં તે શામેલ થઇ છે. કંગનાનએ લગ્નનાં એક રિવાજનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો જે વાયરલ થઇ ગયો છે.

આ વીડિયોમાં કંગના વર અને વધુને આશીર્વાદ આપવાં પહોંચે છે તો પંડિત તેને કહે છે કે તે શગુન રૂપે દુલ્હનનાં હાથમાં કંઇ પૈસા મુકે. આનાં પર મજાકિયા અંદાજમાં કંગના મંડલાયી ભાષામાં કહે છે કે, 'કોઇ પૈસા દેઆ, પૈસા તા મે લેંદે ની હૈ' (કોઇ પૈસા આપો, પૈસા તો હું લાવી નથી) એવું કહેતા જ ત્યાં હાજર આસપાસનાં લોકો અને કંગના હસવા લાગે છે.



જ્યારે દુલ્હનનાં ઘરમાં પ્રવેશ કર્યો તો રૂમમાં દુલ્હા-દુલ્હનની સાથે કંગનાએ ખુબ મસ્તી કરી હતી. દુલ્હને આ દરમિયાન કંગનાને ગુણે (લોટમાંથી બનેલું પકવાન) આપ્યું. દુલ્હન ઘરે આવે છે અને આ મિષ્ઠાન તરીકે સાસરીઓને આપે છે. અને સાસરીઆઓ દુલ્હનને આ બદલ પૈસા કે ભેટ આપે છે. જ્યારે કંગનાને ગુણે આપવામાં આવ્યું તો તે ગુણે લઇને ઉભી થવા ગઇ ત્યારે પંડિતે કહ્યું કે, પૈસા તો આપો. તેનાં પર કંગના મંડયાલી ભાષામાં કહે છે કે, તેની પાસે તો પૈસા નથી અને ત્યાં હાજર તમામ જોર જોરથી હસવાં લાગે છે.

આપને જણાવી દઇએ કે, અક્ષય રનૌટનો સંબંધ ચંદીગઢમાં રહેનારી એક એર હોસ્ટેસ્ટની સાથે થયો છે. 11 નવેમ્બરનાં બંનેનાં લગ્ન જયપુર (Jaipur)નાં એક પેલેસમાં થવાનાં છે. આ પહેલાં કંગના 21 અને 22 ઓક્ટોબરનાં તેનાં કાકાનાં દીકરાનાં લગ્નમાં શામેલ થઇ છે.
Published by: Margi Pandya
First published: October 22, 2020, 11:03 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading